રાજ્યમાં અકસ્માતની 5 ઘટનાઓમાં 4ના મોત, જુઓ ક્યાં સર્જાઇ અકસ્માતની ઘટના

રાજ્યમાં આજના દિવસે અકસ્માતની અલગ અલગ 5 ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અરવલ્લીમાં એક મહિલાનું મોત, સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું મોત અને ભરૂચમાં અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત જુનાગઢમાં કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.
રાજ્યમાં અકસ્માતની 5 ઘટનાઓમાં 4ના મોત, જુઓ ક્યાં સર્જાઇ અકસ્માતની ઘટના

અમદાવાદ: રાજ્યમાં આજના દિવસે અકસ્માતની અલગ અલગ 5 ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અરવલ્લીમાં એક મહિલાનું મોત, સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું મોત અને ભરૂચમાં અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત જુનાગઢમાં કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.

બાયડમાં હિટ એન્ડ રન
અરવલ્લી જિલ્લાના બાયડમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં એક મહિલાઓનું મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. સવારે દૂધ લેવા જતી મહિલાને જીવલેણ ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ બાયડ-મોડાસા રોડ પર ચક્કાજામ કર્યો હતો અને હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવાની માંગણી કરી હતી. મહિલાના મોત બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પ્રાંતિજમાં બે કાર વચ્ચે અકસ્માત
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપ પટેલનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. પ્રાંતિજના કરોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગઇકાલે તલોદના રોઝડ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તલોદના રોઝડ પાસે સર્જાયેલા બે કાર વચ્ચેના અકસ્માતમાં વધુ એકનું મોત થયું હતું. અકસ્માતમાં ઘટના સ્થળે ભેસાવાડાના યુવાનનું મોત થયું હતું. અકસ્માતમાં પ્રમુખને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આજે હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન પ્રાથમિક સિક્ષક સંઘના પ્રમુખનું મોત નિપજ્યું હતું.

ભરૂચમાં અકસ્માતની બે ઘટનાઓ
ભરૂચમાં નેશનલ હાઇવે 48 પર અકસ્માતના બે બનાવો સર્જાયા હતા. જેમાં બે વ્યક્તિઓઓના મોત નિપજ્યા હતા. ભરૂચના વડદલા નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ભરૂતના વરેડિયા નજીક આઇસર ટેમ્પો ટ્રકમાં ઘુસી જતા ચાલકનું મોત નિપજ્યું હતું.

જુનાગઢમાં વેગનઆર કારે અનેક લોકોને લીધા અડફેટે
જુનાગઢ શહેરમાં વેગનઆર કારે અનેક લોકોને અડફેટે લીધા હતા. કારમાં પીધેલી હાલતમાં નીકળી અનેક રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા રાહદારીઓને અડફેટે લેનાર કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news