‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ : 4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો

આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં 4 યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. 

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ : 4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો

બનાસકાંઠા :આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં 4 યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, લાખણી તાલુકાના આગળથા ગામે પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ચાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી. આ યુવકો શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. લાખણીના છગનજી ગોળીયા ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે ફરિયાદ નોંધાવવા આવેલા આ યુવકોએ પોલીસની નજરથી બચીને છૂપી રીતે આ વીડિયો બનાવ્યો હતો. 

યુવકોનો આ વીડિયો વાયરલ થતા પોલીસના ધ્યાને આવ્યો હતો. તો સાથે જ આ યુવકોએ જે અન્ય યુવકો સામે ફરિયાદ કરી હતી, તેઓએ વીડિયો મામલે ક્રોસ ફરિયાદ થતા ટિકટોક બનાવનારા આ યુવકોની સામે ફરિયાદ થઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news