કચ્છ : પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગમાં બળીને ખાખ

કચ્છ (Kutch)ના ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ (Fire) લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ પર હજી નથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં આગના બનાવથી કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ બતાવાઈ રહ્યો છે. આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યાં છે. 

કચ્છ : પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગમાં બળીને ખાખ

કચ્છ :કચ્છ (Kutch)ના ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ (Fire) લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ પર હજી નથી કાબૂ મેળવી શકાયો નથી. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં આગના બનાવથી કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ બતાવાઈ રહ્યો છે. આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યાં છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીધામ ભચાઉ હાઇવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. અહી મોડી રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. જેમાં સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ગાંધીધામ ભચાઉ હાઇવે પર નંદગામ પાસે આવેલી પ્લાસ્ટેન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોડી રાત્રે કોઈ કારણોસર આગ લાગી હતી. આશરે 10 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોવાથી પ્લાસ્ટિકનો મોટો થતો હોવાના કારણે હજુ પણ આગ કાબૂમાં આવી શકી નથી. આ આગના કારણે કરોડો રૂપિયાની નુકસાની થઈ હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગ અંગે કંપનીના સંચાલક મુકેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, મોડીરાત્રે લાગેલી આગનુ કારણ તપાસ કર્યા બાદ ખબર પડશે. આ ભયંકર આગને કારણે કરોડો રૂપિયાનુ નુકસાન થયું છે. પણ સવાર સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી. વિકરાળ આગના ગોટેગોટા ઉડતા આકાશમાં કાળાડિબાંગ વાદળો જેવું દ્રશ્ય સર્જાયું હતું. જોકે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news