માસ્ક ન પહેરવા માટે ખંભાળીયામાં 5 લાખથી વધુનો દંડ ફટકારાયો

કોરોનાથી દૂર રહેવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, આવામાં માસ્ક ન પહેરનારાને દંડવામાં આવી રહ્યાં છે. ત્યારે દ્વારકામાં પણ માસ્ક ન પહેરનારાઓને દંડવામાં આવી રહ્યાં છે. ત્યારે ખંભાળીયામાં પણ અનેક લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવ્યા છે. ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દોઢેક મહિનામાં જાહેરમાં માસ્ક ના પહેરનાર 2544 જેટલા લોકો પાસેથી રૂપિયા 5 લાખથી વધુ રૂપિયનો દંડ વસૂલાયો છે. 
માસ્ક ન પહેરવા માટે ખંભાળીયામાં 5 લાખથી વધુનો દંડ ફટકારાયો

રાજુ રૂપારેલિયા/દ્વારકા :કોરોનાથી દૂર રહેવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, આવામાં માસ્ક ન પહેરનારાને દંડવામાં આવી રહ્યાં છે. ત્યારે દ્વારકામાં પણ માસ્ક ન પહેરનારાઓને દંડવામાં આવી રહ્યાં છે. ત્યારે ખંભાળીયામાં પણ અનેક લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવ્યા છે. ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દોઢેક મહિનામાં જાહેરમાં માસ્ક ના પહેરનાર 2544 જેટલા લોકો પાસેથી રૂપિયા 5 લાખથી વધુ રૂપિયનો દંડ વસૂલાયો છે. 

સુરતમાં કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો, ભાજપના પૂર્વ કોર્પોરેટર ઊર્મિલા રાણાનું મોત

ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીતેલા દોઢેક મહિનાથી પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં લોકો જયારે માસ્ક પહેરીને ના નીકળે ત્યારે તેમના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં માસ્ક ના પહેરનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂપિયા 200 દંડ પેટે વસુલ કરવામાં આવે છે. જેમાં ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2544 જેટલા લોકોને માસ્ક ના પહેરવા અંગેનો દંડ ફટકારાયો છે. દોઢે મહિનામાં વસૂલાયેલા દંડની કુલ રકમ રૂપિયા 5,08,000 રૂપિયા થાય છે. 

પંચમહાલમાં દીપડાના ચાર પરિવારનો વસવાટ, ઉપરાઉપરી 3 હુમલા બાદ દરેક ઘરમાં ગભરાટ  

આ અંગે વાત કરતા ખંભાળીયા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ગઢવીએ જણાવ્યું હતું કે, લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરી રાખે અને તેઓ પોતાના જ આરોગ્યની કાળજી રાખે તે જરૂરી છે. અમે ઇચ્છતા નથી કે લોકોને દંડ કરીએ, પણ લોકો સમજતા નથી અને નિયમોનો ભંગ કરે છે. ત્યારે અમારે દંડનીય કાર્યવાહી કરવી પડે છે. લોકોમાં જાગૃતતા આવે અને બહાર નીકળતી વખતે મોઢા પર રૂમાલ, કપડું અથવા માસ્ક પહેરે તે જરૂરી છે. તેમના જ સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news