ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ, રાજ્યસભાની ચૂંટણીને લઈને મોકપોલ, માર્ગદર્શન અપાયું


ભાજપની યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલાર હાજર રહ્યાં હતા.

ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ, રાજ્યસભાની ચૂંટણીને લઈને મોકપોલ, માર્ગદર્શન અપાયું

અમિત રાજપૂત/ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી 19 જૂને રાજ્યસભા (Rajyasabha Election)ની 4 બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પોતાની અંતિમ રણનીતિને આખરી ઓપ આપવા માટે લાગી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ભાજપના ધારાસભ્યો (BJP MLAs)ની બેઠક યોજાઇ હતી. જેમાં મોકપોલ કરવામાં આવ્યો અને ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં સીએમ, ડે.સીએમ અને પ્રભારી રહ્યાં હાજર
ભાજપની યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને આશિષ સેલાર હાજર રહ્યાં હતા. સાથે રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં ભાજપના ધારાસભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બેઠકની શરૂઆતમાં ચીન સાથે ઝડપમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

Corona Update: છેલ્લા 24 કલાકના 520 કેસ, 27 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર

ધારાસભ્યો પાસે મોકપોલ કરાવાયા
રાજ્યસભાની ચૂંટણી સમયે કોઈપણ ધારાસભ્ય મત આપવામાં ભૂલ ન કરે અને તેનો મત રદ્દ ન થાય તે માટે આજે બધા ધારાસભ્યો પાસે મોકપોલ કરાવવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્યોએ કઈ રીતે મત આપવો તે અંગેની માહિતી આપવામાં આવી હતી. તો બેઠક અંગે પોતાની પ્રતિક્રિયા આપવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, અમને બીજા ધારાસભ્યોનું પણ સમર્થન મળશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news