પોલીસે સ્થિતિ સંભાળી! અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

મૃતક મહિલા ના ભાઈ જાકીર સૈયદ અલ્તાફ સૈયદ સહીતના 15 લોકોએ હોસ્પિટલમાં તોડફોડ અને કેરોસીન છાતીને સળગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હોસ્પિટલના સંચાલક દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી છે. 

પોલીસે સ્થિતિ સંભાળી! અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

ઉદય રંજન/અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં આવેલ રજની હોસ્પિટલમાં મહિલાનું મોત થતા દર્દીના સગા દ્વારા તોડફોડનો બનાવ રામોલ પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. રામોલ પોલીસે તોડફોડ કરનાર સગા ઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. 

અમદાવાદના CTM ઓવરબ્રિજ પાસે આવેલી રજની હોસ્પિટલમાં ગઈ તારીખ 3 જીના રોજ 31 વર્ષીય ગર્ભવતી મહિલા સુહાના સૈયદને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો દ્વારા ત્યારે હોસ્પિટલના ડોક્ટરની તપાસ બાદ ગર્ભમાં બાળક મૃત થયું હોવાથી હોસ્પિટલ દ્વારા તેની તાત્કાલિક અસરથી ડિલિવરી કરી હતી. 

જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી. જે દરમિયાન મહિલાને ઇન્ટરનલ બ્લીડિંગ વધી જતા તેમની તબિયત લથડી હતી. જેથી તેને વધુ સારવાર અર્થે 108 મારફતે SVP હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મહિલાના મોત પાછળ રજની હોસ્પિટલ ની બેદરકારી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. 

હોસ્પિટલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મૃતક મહિલા ના ભાઈ જાકીર સૈયદ અલ્તાફ સૈયદ સહીતના 15 લોકોએ હોસ્પિટલમાં તોડફોડ અને કેરોસીન છાતીને સળગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હોસ્પિટલના સંચાલક દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news