ગુજરાતની શાંતિ ડહોળનાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ, 31મી જાન્યુઆરીએ જ કર્યું હતું આ કામ!
મુંબઈના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા. 31 જાન્યુઆરીના રોજ કચ્છના સામખીયાળીમા એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયું હતું. જેમા મૌલાનાએ હાજરી આપી ભડકાઉ ભાષણ આપ્યુ હતું.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મુંબઈના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ ભડકાઉ ભાષણ અંગે સામખીયાળી પોલીસ મથકે પણ ગુન્હો નોંધાયો છે. ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.
ગત તા. 31 જાન્યુઆરીના રોજ કચ્છના સામખીયાળીમા એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયું હતું. જેમા મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતું. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરીયાદ નોંધાઇ છે. ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીના રોજ સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવતા આયોજક અને સલમાન અઝહરી વિરુદ્ધ વિવિધ આઇપીસી કલમો હેઠળ સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે