હવે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો! અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો દેખાશે તો મર્યા!

શહેરની કોઈ પણ સોસાયટી બહાર કચરો દેખાશે તો તેમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે.

હવે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો! અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો દેખાશે તો મર્યા!

Ahmedabad news: હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદની સોસાયટીઓની બહાર કચરો જોવા મળશે તો મોટી કાર્યવાહી થશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. શહેરની કોઈ પણ સોસાયટી બહાર કચરો દેખાશે તો તેમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે.

શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની સોસાયટીની બહાર કચરો નાંખવામાં આવે છે કે નહીં તેના માટે એક ઝુંબેશ ચલાવાશે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો આવતો હોય તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો.

મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિસિપલના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક સમયે શહેરમાં અનેક સ્થળે કચરો નાંખવા સિલ્વર ટ્રોલી મુકવામાં આવી હતી. બાદમાં કોર્ટના આદેશ બાદ મોટાભાગના સ્થળેથી સિલ્વર ટ્રોલી મ્યુનિ.તંત્ર દ્વારા ઉપાડી લેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news