ગુજરાતના 3 બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર! છેલ્લા 24 કલાકમાં 3 બ્રિજમાં તિરોડો પડતાં લોકોના જીવ સાથે ખિલવાડ

ગુજરાતમાં થોડા વર્ષોમાં બનેલા અનેક બ્રિજ તુટી પડવાની તૈયારીમાં આવી ગયા છે. ગઈકાલે મહેસાણા બાદ આજે વડોદરા અને સુરેન્દ્રનગરના બ્રિજ પર ગાબડા પડ્યા. જોકે ઝી 24 કલાકના અહેવાલ બાદ બ્રિજને થાગડ થીગડ તો કરી દેવાયો.

ગુજરાતના 3 બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર! છેલ્લા 24 કલાકમાં 3 બ્રિજમાં તિરોડો પડતાં લોકોના જીવ સાથે ખિલવાડ

ઝી બ્યુરો/અમદાવાદ: ભ્રષ્ટાચારીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. કારણ કે પ્રજા જે ટેક્સ સ્વરૂપે વિકાસ માટે પૈસા આપે છે તે પૈસા ભાગબટાઈ થઈને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સત્તાધિશીના ખિસ્સામાં પહોંચી રહ્યા છે. તેથી જ ગુજરાતમાં થોડા વર્ષોમાં બનેલા અનેક બ્રિજ તુટી પડવાની તૈયારીમાં આવી ગયા છે. ગઈકાલે મહેસાણા બાદ આજે વડોદરા અને સુરેન્દ્રનગરના બ્રિજ પર ગાબડા પડ્યા. જોકે ઝી 24 કલાકના અહેવાલ બાદ બ્રિજને થાગડ થીગડ તો કરી દેવાયો.

  • ભ્રષ્ટ તંત્ર કરી રહ્યું છે લોકોના જીવ સાથે ખિલવાડ!
  • પ્રજાના પૈસા ખિસ્સામાં ભરવા ગુણવત્તા વગરનું કામ
  • 2 દિવસમાં 3 બ્રિજમાં જોવા મળ્યો ભ્રષ્ટાચારનો પુરાવો
  • રાજ્યના અલગ અલગ શહેરના 3 બ્રિજ થયા જર્જરિત
  • કેમ મજબૂત અને ટકાઉ બ્રિજ નથી બનાવતું તંત્ર?

ગુજરાતમાં સરકારી વહીવટી તંત્ર, સત્તાધિશો અને ભ્રષ્ટ અધિકારીઓ કેવો વહીવટ કરે છે તેના આ જીવતા પુરાવા જોઈ લો...બે દિવસમાં 3 જિલ્લાના બ્રિજમાં ગાબડા જોવા મળ્યા છે. ગઈકાલે મહેસાણાના વિસનગર લિંક રોડ પર બનેલો આંબેડકર બ્રિજ જર્જરિત થતાં બંધ કરવો પડ્યો....બ્રિજના સ્પાનમાં 3 ફૂટ જેટલી તિરાડો પડી જતાં તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો. 

તો વડોદરામાં સરિતા ફાટક પાસેનો બ્રિજ પણ બેસી જતાં વાહન વ્યવહાર રોકી દેવાયો. જો કે R & Bના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ કર્યું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત પાસે બનેલા બ્રિજમા માત્ર 5 દિવસમાં જ તિરાડો પડવા લાગી. આ ત્રણેય શહેરોના બ્રિજની દશા દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે તંત્રના સત્તાધીશો લોકોના ટેક્સના પૈસાનું આંધણ કરે છે. ત્યારે આવા લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.

ભ્રષ્ટ તંત્રથી ત્રાહિમામ જનતા

  • કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતના કારણે વાહનચાલકોને હાલાકી
  • સત્તાધીશો લોકોના ટેક્સના પૈસાનું આંધણ કરે છે
  • કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી

રાજ્યમાં વધતા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ માટે સરકારે ફાટક મુક્ત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાના ડભોઈ સરિતા ફાટક પર થોડા સમય પહેલા બનાવવામાં આવેલા આ બ્રિજ પરના મધ્યના ભાગમાં એપ્રોચનો ભાગ ડેમેજ થઈ ગયો. અને મોટું ગાબડુ પડી ગયું. એટલું જ નહીં એક આઇશર ટેમ્પો આ ગાબડાની અંદર ફસાઈ ગયો હતો. 

આ ઘટનાનો અહેવાલ જ્યારે ઝી 24 કલાકે ચલાવ્યો તો અધિકારીઓ પોતાનું પાપ છૂપાવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બ્રિજને થિગડા મારવાનું શરૂ કરી દીધું હતું. અને થોડા સમયમાં ફરી બ્રિજને શરૂ કરી દેવાયો હતો. જેના કારણે ફરી ગુણવત્તા સામે સવાલો થઈ રહ્યા છે. અધિકારીઓએ જલદી નિર્ણય કરીને લોકોના જીવ સાથે ખિલવાડ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાતો રાત બ્રિજની ગુણવત્તાનું સર્ટિફિકેટ પણ રજૂ કરી દેવાયું છે. જેના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે કે તકલાદી કામનું સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું?

  • 2 દિવસમાં તુટ્યા 3 બ્રિજ
  • સત્તાધિશોએ બ્રિજમાં કેટલો કરે છે ભ્રષ્ટાચાર?
  • 2 દિવસમાં 3 બ્રિજ તુટી ગયા 
  • બ્રિજ તુટતાં કૌભાડી બાબુઓની ખુલી ગઈ પોલ
  • મહેસાણા, વડોદરા અને સુરેન્દ્રનગરમાં તુટ્યા બ્રિજ
  • તકલાદી કામનું કોણ આપે છે સર્ટિફિકેટ?

સુરેન્દ્રનગરમાં પાંચ દિવસ પહેલા જ બનેલા બ્રિજમાં મોટી તિરાડો પડવા લાગી છે. આ તિરાડો પરથી સમજી શકાય છે કે તંત્રના અધિકારીઓએ અહીં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે?....બ્રિજની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે અનેક આક્ષેપ થઈ રહ્યા છે. 4 કરોડ 95 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. 10 ફેબ્રુઆરીએ ધારાસભ્ય જગદીશ મકવાણાએ લોકાર્પણ કર્યું હતું. માત્ર પાંચ દિવસમાં જ તંત્રની પોલ ખુલી જતાં સ્થાનિકો ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જો કે સરકાર કાર્યવાહી ક્યારે કરે છે તે જોવું રહ્યું....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news