નોટબંધી છતાં અમદાવાદમાં નકલી નોટોનો કારોબાર બેફામ! મોહરમના તહેવારોમાં આરોપીઓનો હતો મોટો પ્લાન!

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં છાસવારે બનાવટી ચલણી નોટોની હેરાફેરી અથવા તો નોટો બનાવવાનું કૌભાંડ સામે આવતું રહ્યું છે. ત્યારે વધુ એક વખત ત્રણ લોકોને નકલી ચલણી નોટો સાથે પોલીસે સલિમિયા શેખ, ઇમરાનખાન પઠાણ અને જોહરાબીબી પઠાણની ધરપકડ કરી છે.

નોટબંધી છતાં અમદાવાદમાં નકલી નોટોનો કારોબાર બેફામ! મોહરમના તહેવારોમાં આરોપીઓનો હતો મોટો પ્લાન!

મૌલિક ધામેચા/અમદાવાદ: ફરી એક વખત બનાવટી ચલણી નોટો પોલીસે પકડી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં બે પુરુષ અને એક મહિલા નકલી નોટો વટાવવા નીકળ્યા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે તેમની પાસેથી બનાવટી ચલણી નોટો તેમજ વધુ તપાસ કરતા પ્રિન્ટર ઝડપી પાડ્યું છે.

અમદાવાદ શહેરમાં છાસવારે બનાવટી ચલણી નોટોની હેરાફેરી અથવા તો નોટો બનાવવાનું કૌભાંડ સામે આવતું રહ્યું છે. ત્યારે વધુ એક વખત ત્રણ લોકોને નકલી ચલણી નોટો સાથે પોલીસે સલિમિયા શેખ, ઇમરાનખાન પઠાણ અને જોહરાબીબી પઠાણની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ મોહરમના તહેવાર ચાલતો હોવાથી દાણીલીમડા વિસ્તારમાં નકલી ચલણી નોટો વટાવવા નીકળયા હતા. 

પોલીસે તેમની પાસેથી 2400 રૂપિયાની નકલી નોટો પકડી પાડી છે. જેમાં 100 રૂપિયાની 7 તેમજ 50 રૂપિયાની 24 નોટ મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા વટવા ખાતેના રહેણાંક મકાનમાં નકલી નોટો છાપવામાં આવી હતી જ્યાં તપાસ કરતા પ્રિન્ટર દ્વારા આ નોટ બનાવી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે પ્રિન્ટર મશીન પણ કબજે કર્યું છે. 

પકડાયેલ આરોપીઓ સલીમમિયા શેખ, ઇમરાન ખાન પઠાણ અને જોહરાબીબીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તાત્કાલિક પૈસા કમાવવાની લાલચે તેઓએ આ પ્લાન બનાવ્યો હતો. થોડા દિવસ પહેલાં ત્રણેય લોકો ચંડોળા તળાવ વિસ્તારમાં એકઠા થયા હતા અને તેમણે નકલી નોટો છાપવાનું પ્લાન બનાવ્યો હતો. મોહરમના તહેવારોમાં આ નોટો બજારમાં ફરતી કરવાનો પણ પ્લાન હતો. આરોપી ઇમરાન ખાન કે જે વટવા વિસ્તારમાં રહે છે તેના ઘરે પ્રિન્ટર રાખી નકલી નોટો છાપી હતી પરંતુ યોગ્ય રીતે નોટો નહીં છપાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને વાત પોલીસ સુધી પહોંચી હતી. 

હાલ તો પોલીસ તપાસમાં ત્રણમાંથી એક પણ આરોપી ગુનાહિત ઇતિહાસ નહીં ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોલીસ પકડાયેલ આરોપીઓએ અગાઉ આ લોકોએ નકલી નોટો છાપી છે કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news