અમદાવાદ : સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના થયા દર્દનાક મોત

મજૂરોને સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આ ઘટના બની છે. બોપ વિસ્તારમાં ગટરના વાલ્વ ખોલવા દરમિયાન ગેસ નીકળતા 2 મજૂરોના મોત નિપજ્યા છે. બંને મજૂરો એક જ પરિવારના સદસ્યો હતા. 

અમદાવાદ : સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના થયા દર્દનાક મોત

બ્રિજેશ દોશી/અમદાવાદ :મજૂરોને સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતરેલા 2 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આ ઘટના બની છે. બોપલ વિસ્તારમાં ગટરના વાલ્વ ખોલવા દરમિયાન ગેસ નીકળતા 2 મજૂરોના મોત નિપજ્યા છે. બંને મજૂરો એક જ પરિવારના સદસ્યો હતા. 

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ નિલકંઠ વિલા પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યારે સેફ્ટીના યોગ્ય સાધનો વગર ત્રણ મજૂરો વાલ્વ ખોલવા ડ્રેનેજમાં ઉતર્યા હતા. ગટરમાં ત્રણ કામદારો ફસાયા હતા જેમાંથી ગૂંગળામણને કારણે બે કામદારનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક કામદારની શોધખોળ ચાલી રહી છે. ંબને મૃતક મજૂરો દાહોદના વતની છે. 

ભરત મેડા, 38 વર્ષ ઉંમર
રાજુ મેડા, 35 વર્ષ ઉંમર

No description available.

મૃતક મજૂરો એક જ પરિવારના સદસ્યો હતો. ત્યારે આ અંગે અમદાવાદના ડીવાયએસપી કેટી કામરીયાએ જણાવ્યું કે, કોન્ટ્રાકટ કંપની સામે પોલીસ 304 હેઠળ ગુનો નોંધશે. કોન્ટ્રાક્ટરની પૂછપરછ બાદ ગુનો નોંધશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news