અમદાવાદ: MD ડ્રગ્સ સાથે ઝડપાયો ઇરફાન પઠાણ, પોલીસે આ રીતે છટકું ગોઠવી 2 આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સના દુષણને અટકાવવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 પેડલરની ખાનપુર નજીક આવેલા રિવરફ્રન્ટ પાસેથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

અમદાવાદ: MD ડ્રગ્સ સાથે ઝડપાયો ઇરફાન પઠાણ, પોલીસે આ રીતે છટકું ગોઠવી 2 આરોપીની કરી ધરપકડ

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં ડ્રગ્સના દુષણને અટકાવવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 પેડલરની ખાનપુર નજીક આવેલા રિવરફ્રન્ટ પાસેથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એસોજી ટીમને માહિતી મળી હતી કે, આરોપી ઇરફાન પઠાણ અને ઇરફાન શેખને કોરોનાના લોકડાઉન સમયે એસી રીપેરિંગ અને ગેરેજનો ધંધો ઠપ થઈ ગયો હતો. ત્યારબાદ એક મિત્રએ ડ્રગ્સ વેચવાની લાઈન ગોઠવી આપી હતી. આ માહિતી મળતા એસઓજી ટીમ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એક પોલીસ કર્મચારીને ડ્ર્ગ્સ ખરીદનાર બનાવવામાં આવ્યો હતો.

જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીને બાતમીદાર સાથે રાખી આ બંને આરોપીઓ પાસે ડ્રગ્સની લેવડ દેવડ કરવા માટે રિવરફ્રન્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને આરોપીઓએ ડમી બનેલા ગ્રાહકને એટલે કે પોલીસ કર્મચારીની ખરાઈ કરવા તમામ બાબતે પૂછપરછ કરી હતી. બંને આરોપીઓને વધુ વિશ્વાસ આવતા આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ડ્રગ્સનો ટેસ્ટ કરવા આગ્રહ કર્યો હતો. તે દરમિયાન પોલીસે દરોડા પાડી બંને આરોપીઓને 69.690 મિલિ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સની બજાર કિંમત 7 લાખ 11 હજાર રૂપિયા છે.

No description available.

એસઓજીએ બંને આરોપીઓ ક્યાંથી ડ્રગ્સ લાવ્યા હતા અને કોણે તેમને આ ડ્રગ્સ આપ્યા હતા તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને ઇરફાન નામના આરોપીઓ છેલ્લા 6 મહિનાથી એમડી ડ્રગ્સ લાવી અમદાવાદના નક્કી કરેલા ગ્રાહકોને જ વેચતા હતા. ડ્રગ્સ રેકેટના પોલીસના હાથે અનેક વખત નાના પ્યાદાઓ આવી ચુક્યા છે પણ ડ્રગ્સ રેકેટના આક્કાઓ પોલીસ ગિરફતમાં ક્યારે આવશે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news