આગામી પાંચ વર્ષમાં સરકારી તમામ પ્રમાણ પત્રો ઓનલાઇન થશે: વિજય રૂપાણી

ગુજરાત સરકાર દ્વારા આજે ઓન લાઇન મંજુર થયેલા બીન ખેતી હુકમ પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.  અમદાવાદના કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યમા મુખ્યમંત્રીએ પ્રતિક હુકમો સોપ્યા હતા સાથે જ નવ નિર્મીત મહેસુલ કચેરીઓનું લોકાર્પણ પણ કર્યુ હતું.  આ પ્રસંગે મહેલુસ પ્રધાન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 
 

આગામી પાંચ વર્ષમાં સરકારી તમામ પ્રમાણ પત્રો ઓનલાઇન થશે: વિજય રૂપાણી

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા આજે ઓન લાઇન મંજુર થયેલા બીન ખેતી હુકમ પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.  અમદાવાદના કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યમા મુખ્યમંત્રીએ પ્રતિક હુકમો સોપ્યા હતા સાથે જ નવ નિર્મીત મહેસુલ કચેરીઓનું લોકાર્પણ પણ કર્યુ હતું.  આ પ્રસંગે મહેલુસ પ્રધાન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

મહેસુલ કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,  ભારતીય જનતા પાર્ટની ગુજરાત સરકારને આજે એક વર્ષ પુર્ણ થયુ. અને સરકારે અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસને શુસાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મેહસુલ વિભાગની મહત્વની કહેવાતી NAની કાર્યવાહીના ઓન લાઇન હુકમોનુ આજે મુખ્યમંત્રીએ વિતરણ કર્યુ હતું.  રાજ્યના 1104 લોકોને આજે બીન ખેતી હુકમો આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, જિલ્લા પંચાયતે ભ્રષ્ટાચારમાં માંજા મુકી છે, સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી કડક હાથે કામ લેશે માટે એનએની કાર્યવાહી ઓન લાઇન કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આવનારા પાંચ વર્ષમાં સરકારી તમામ દાખલા અને મંજૂરીઓ ઓન લાઇન કરી દેવામાં આવશે. જન્મના પ્રમાણ પત્રથી લઇને મૃત્યુના પ્રમાણ પત્ર સુધી તમામ વસ્તુઓ ઓન લાઇન કરવામાં આવશે.

અગાઉની NA કરવાની પધ્ધતિની વાત કરવામાં આવેતો તલાટી અથવા મામલતાદાર કચેરીમાંથી સાત બાર અને આઠ અની નકલ મેળવ્યા બાદ પંચનામુ કરાવી તલાટીની હાજરીમાં જવાબ લખાવાનો રહેતો હતો. તથા NA માટે અરજી કર્યા બાદ 40 વિભાગની કચેરીઓના અભીપ્રાય મેળવવાના રહેતા હતા. કુલ 17 ટેબલ પર મેહસુલી અધિકારીઓ પોતાના અભિપ્રાય આપતા અને મંજુરી મળ્યા બાદ સરકારમાં વિશેષ ચલણથી રૂપાંતર કર જમા કરાવાનો રહેતો હતો. જેમાં બે મહિના કરતા પણ વધારે સમય લાગતો હતો.  જ્યારે હવે ઓન લાઇન પ્રક્રિયા કાર્યવાહી સરળ અને ઝડપી બની છે 9 દિવસમાં NA  થાય તે દિશામા સરકાર પ્રયત્ન કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news