પાટણના ચકચારી લૂંટ કેસના તમામ આરોપીઓ ઝડપાયા, આ પ્રકારે ઘડ્યું હતું લૂંટનુ આયોજન

સિદ્ધપુરના દેથળી સર્કલ ખાતે આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. જેમાં એક કારમાં આવેલા 4 લૂંટારૂઓએ છરી બતાવી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા અને સોનાના ઘરેણાના પાર્સલથી ભરેલા થેલાની લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા જે અંગે ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં પેઢીના કર્મચારી કનુભાઈ સોમાભાઈ પટેલે નોંધાવી હતી. ત્યારે પોલીસે તેમાં સંડોવાયેલા 11 આરોપીઓને રૂ . 2.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. જેના મુખ્ય સુત્રધારને આજે પોલીસે સુરતથી તેના પાંચ સાગરિતો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
પાટણના ચકચારી લૂંટ કેસના તમામ આરોપીઓ ઝડપાયા, આ પ્રકારે ઘડ્યું હતું લૂંટનુ આયોજન

પ્રેમલ ત્રિવેદી/પાટણ : સિદ્ધપુરના દેથળી સર્કલ ખાતે આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. જેમાં એક કારમાં આવેલા 4 લૂંટારૂઓએ છરી બતાવી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા અને સોનાના ઘરેણાના પાર્સલથી ભરેલા થેલાની લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા જે અંગે ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં પેઢીના કર્મચારી કનુભાઈ સોમાભાઈ પટેલે નોંધાવી હતી. ત્યારે પોલીસે તેમાં સંડોવાયેલા 11 આરોપીઓને રૂ . 2.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. જેના મુખ્ય સુત્રધારને આજે પોલીસે સુરતથી તેના પાંચ સાગરિતો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

સિદ્ધપુર ખાતે 17 જૂને બનેલ લૂંટમાં સંડોવાયેલા 11 આરોપીઓને રુ . 2.62 લાખના મુદ્દામાલ સાથે  ઝડપ્યા હતા, પરંતુ લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર જેની પોલીસને બાતમી મળી હતી તે સુરતમાં છે. જેથી પોલીસે ટીમ બનાવી સુરતમાંથી મુખ્ય સૂત્રધાર સહિત વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. તેઓની પાસેથી પોલીસે અગાઉ અને હાલમાં મળી કુલ રૂ. 8.53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આંગડીયા પેઢીમાં ડ્રાઈવરની નોકરી કરી ચૂકેલા જયરામે જ લૂંટનો તખ્તો ઘડાવ્યો આ લૂંટનો પ્લાન રેકી કરીને બનાવાયો હતો.

આંગડીયા પેઢીમાં ડ્રાઈવરની નોકરી કરી ચૂકેલા જયરામે જ લૂંટનો તખ્તો ઘડાવ્યો પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના જણાવ્યા મુજબ, આ લૂંટનો પ્લાન રેકી કરીને બનાવાયો હતો. આ લૂંટનો પ્લાન બનાવવામાં આંગડીયા પેઢીમાં અગાઉ ડ્રાઈવર તરીકે નોકરી કરી ચૂકેલા જયરામ ઉર્ફે જલો જીવણ સરતનભાઈ રબારી (રહે. જુની કરેલી રબારીવાસ તા. ઊંઝા, જિ.મહેસાણા) વાળાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ નોકરી કરેલી હોવાથી ક્યાંથી ગાડી નીકળે છે ક્યાં રોકાય છે તેની સમગ્ર માહિતીથી જાણકાર હોવાથી તેઓએ લૂંટનો પ્લાન બનાવી લૂંટ પણ કરી હતી.

સોનાના ઘરેણાં અને હીરા ઈસમોએ વેચી ઘરનો સામાન વસાવ્યો તે પણ પોલીસે જપ્ત કર્યો છે. લૂંટમાં આરોપીઓએ રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાં અને હીરા પણ લૂંટ્યા હતા. જે તેઓએ સુરતના એક વેપારીને વેચીને રોકડા રૂપિયા લઈ તેમાંથી ઘર માટે વોશિંગ મશીન, ઘરઘંટી અને ટેલીવીઝન જેવા ઉપકરણો વસાવ્યા હતા. જેથી પોલીસે તે પણ જપ્ત કર્યા હતા. તેમજ વેપારી પાસેથી ઘરેણાં અને હીરા પણ પરત જપ્ત લીધા હતા. પોલીસે રૂ . 6.84 લાખની લૂંટ સામે કુલ રૂ . 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ લૂંટની ઘટનામાં રેકી કરી અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં સોનાના દાગીના અને હીરા ભરેલી ગાડી કેટલા વાગે માલ આપવા આવે છે અને તે મુદ્દા માલ કોણ કોણ લેવા આવે છે તેની રેકી કર્યા બાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ લૂંટ કરેલ માલ સુરત ખાતે એક વહેપારીને વેચાણ કરેલ જે વહેપારીને પણ પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news