VADODARA ના વેપારીને મોટો ઓર્ડર ભારે પડ્યો, માર તો ખાધા સાથે લાખો રૂપિયા પણ ગુમાવ્યા

રાજમહેલ રોડ પર મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થાબંધ માલ લેવાની લાલચ આપી કરજણમાં દુકાન બતાવવાના નામે લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવનાર ટોળકી સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ વ્રજસિદ્ધી ટાવરમાં ન્યુ રાજેશ્વર મોબાઇલ એસેસરીઝ નામની દુકાન ધરાવતાં વેપારી દલારામ જીવાજી ચૌધરી પાસે જૂન-2021માં દુકાનમાં જીતસિંગ નામનો વ્યક્તિ આવ્યો હતો અને પોતે પણ રાજસ્થાની હોવાનું જણાવી કહ્યું હતું કે, મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. 
VADODARA ના વેપારીને મોટો ઓર્ડર ભારે પડ્યો, માર તો ખાધા સાથે લાખો રૂપિયા પણ ગુમાવ્યા

રવિ અગ્રવાલ/વડોદરા : રાજમહેલ રોડ પર મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારી પાસેથી જથ્થાબંધ માલ લેવાની લાલચ આપી કરજણમાં દુકાન બતાવવાના નામે લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવનાર ટોળકી સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ વ્રજસિદ્ધી ટાવરમાં ન્યુ રાજેશ્વર મોબાઇલ એસેસરીઝ નામની દુકાન ધરાવતાં વેપારી દલારામ જીવાજી ચૌધરી પાસે જૂન-2021માં દુકાનમાં જીતસિંગ નામનો વ્યક્તિ આવ્યો હતો અને પોતે પણ રાજસ્થાની હોવાનું જણાવી કહ્યું હતું કે, મારા ભાઇને કરજણમાં મોબાઇલ એસેસરીઝની દુકાન કરવાની છે. 

તમે સસ્તો માલ આપો તો સારું. અને ત્યાર બાદ અવાર-નવાર આવી ધંધાકીય વાતચીત કરી વેપારીને વિશ્વાશમાં લીધો હતો. વેપારી દલારામ ચૌધરી 30 જુને રાજસ્થાન ગયા હતા, તે સમયે જીતસિંગ ઉર્ફ ધવલ રાવત દુકાનમાં ગયો હતો. તેણે દુકાને બેસેલા વેપારીના ભત્રીજાને 5 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 7 જુલાઇએ સવારે ફરીથી ભેજાબાજ જીતસિંગ રાવત વેપારીની દુકાનમાં પહોંચી અને મારે દુકાનમાં બીજો 15 લાખનો માલ ભરવાનો છે તેમ કહી રાજસ્થાનથી પરત આવી ગયેલા વેપારી દલારામ ચૌધરીને કરજણ ખાતે દુકાન જોવાના બહાને તેમની જ કારમાં બેસાડી કરજણ જવા નીકળ્યા હતા. 

જાંબુવા બ્રિજ નજીક ઠગ જીતસિંગે તેના ત્રણ સાગરીતોને મિત્રોની ઓળખ આપી ગાડીમાં બેસાડ્યા હતા. જાંબુવાથી થોડે દૂર ગયા બાદ જીતસિંગ રાવતે ઉલટી થતી હોવાનું બહાનું કાઢી કાર રોકાવી હતી. કાર રોકતાની સાથે જ તેના ત્રણ સાગરીતો વિકી, વિનોદ અને બાબુએ વેપારી દલારામ ચૌધરીનું મોંઢુ દબાવી પાછળની સીટ ઉપર ખેંચી લીધો હતો અને વેપારીને તમારી સોપારી મળી છે તેમ જણાવી રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. વેપારી દલારામે આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા તેઓને માર માર્યો હતો અને તેઓએ મારી નાંખવાની ધમકી આપતા વેપારીએ 7 લાખ તેઓએ જણાવેલા અમદાવાદ ખાતેના આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા. ગણતરીની મિનીટોમાં જીતસિંગ ઉર્ફ ધવલ રાવત આંગડીયા પેઢીમાંથી 7 લાખ લઇ આવ્યો હતો અને મોડી સાંજે વડોદરા-ડભોઇ રોડ પર કારમાંથી ઉતરી બીજી કારમાં ફરાર થઇ ગયા હતા.

ટોળકીએ જાનથી મારી નાખવાની આપેલી ધમકીથી ગભરાઇ ગયેલા વેપારી દલારામ ચૌધરીએ જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ આ ટોળકીને વાપી પોલીસે ઝડપી પાડી હોવાની જાણ થતાં વેપારીમાં હિમ્મત આવી હતી. નવાપુરા પોલીસ મથકમાં ઠગ ટોળકી વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી. હાલ તમામ આરોપી વાપી પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ પર છે, તેમના રિમાન્ડ પૂર્ણ થતા નવાપુરા પોલીસ દ્ધારા ટ્રાન્સફર વોરન્ટથી આરોપીનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news