ઘરફોડ ચોરી કરનારી ગેંગનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો, આ રીતે કરતા હતા ચોરી

એલસીબી પોલીસની ટીમે વણસોલ, ખંભાત, આણંદ શહેર, નડિયાદ શહેરમાં ઘરફોડ ચોરીઓ ઉપરાંત આણંદ-ખેડા જિલ્લામાં ઈકો ગાડીઓની ચોરી કરતી મહેમદાવાદ-ભરૂચની ગેંગના બે સાગરીતોને આણંદ શહેરની ટી સ્કેવેર હોસ્પિટલ પાસેથી બાઇક પર ચોરી કરવાના સાધનો સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરફોડ ચોરી કરનારી ગેંગનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો, આ રીતે કરતા હતા ચોરી

બુરહાન પઠાણ/આણંદ : એલસીબી પોલીસની ટીમે વણસોલ, ખંભાત, આણંદ શહેર, નડિયાદ શહેરમાં ઘરફોડ ચોરીઓ ઉપરાંત આણંદ-ખેડા જિલ્લામાં ઈકો ગાડીઓની ચોરી કરતી મહેમદાવાદ-ભરૂચની ગેંગના બે સાગરીતોને આણંદ શહેરની ટી સ્કેવેર હોસ્પિટલ પાસેથી બાઇક પર ચોરી કરવાના સાધનો સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં ધરફોડ અને ઈકો કારની ચોરીઓનાં બનાવો બનતા આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા જુદા  સ્થળોએથી આણંદ તથા ખેડા જિલ્લામાં ઈકો ગાડીની ચોરી કરી તેનો ઉપયોગ ઘરફોડ ચોરીઓમાં કરી બાદમાં ઈકો ગાડી બિનવારસી હાલતમાં મુકી દેવાની મોડસ ઓપરેન્ડી વાળા ઘરફોડ ચોરીઓના બનાવ પામેલ હોય તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં મહેમદાવાદ, ભરૂચ તરફની ગેંગ સંડોવાયેલી છે. એસીબીની ટીમે ઈકો કારની ચોરી થઈ હતી તે વિસ્તારમાં ચોરી કર્યા પહેલા અને ચોરી કર્યા પછીના રૂટની ચકાસણી કરી હતી. જે ગેંગમાં અગાઉ અસંખ્ય ચોરીઓમાં પકડાયેલ  મહેમદાવાદનાં કરતારસીંગ ઈશ્વરસીંગ ટાંક, મૂળ વડોદરા ભરૂચનાં અને હાલમાં મહેમદાવાદમાં રહેતા લખન કરતારસીંગ ટાંક જોગિન્દર ઉર્ફે કબીર સંતોકસીંગ ચીખલીકર તથા તેના સાગરિતો સંડોવાયેલ છે. અને મહેમદાવાદથી બાઈક લઈને આણંદ પોતાના સંબંધીને ત્યાં આવનાર હોવાની માહિતી મળી હતી. જેથી એલસીબી પોલીસની ટીમે લાંભવેલ રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમી મુજબ લાંભવેલ ગામ તરફથી મોટર સાયકલ પર કરતારસિંગ અને લખનસિંગ આવી ચડતા પોલીસને જોઈને ભગવા જતા પોલીસે પીછો કરી આણંદની  ટીસ્કેવેર હોસ્પિટલ પાસે બંનેને ઝડપી પાડ્યા હતા. જે બંનેની તલાશી લેતા તેમની પાસેથી એક મોબાઇલ તેમજ કાળા થેલામાંથી એક લોખંડનુ ખાતરીયુ, પક્કડ, ડિસમિસ, લાકડાના હાથમાં ફીટ કરેલ ધારદાર છરો, લોખંડની ધારદાર કુકરી, બે બેટરીઓ, ખિસ્સામાંથી ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

પોલીસે પકડાયેલા સીકલીગર ગેંગનાં બન્ને આરોપીઓની ઝીણવટભરી પુછપરછ કરતા આ બન્ને આરોપીઓએ પોતાની ગેંગનાં સાગરીતો સાથે મળીને બે માસ અગાઉ ભાલેજ પોલીસ મથકના વણસોલ ગામે રાત્રીના સમયે ઘરફોડ ચોરી, ખંભાત શહેરમાં દસ દિવસ અગાઉ ઘરફોડ ચોરી, ચાર માસ દરમિયાન આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ તેમજ પાંચ માસ પહેલા નડિયાદ શહેરમાં ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરી છે.  આણંદ શહેરમાંથી બે ઇકો કાર, ખંભોળજના કુંજરાવ ગામેથી એક ઇકો કાર, સારસા રાસનોલ રોડ પરથી એક ઇકો કાર, કઠલાલ નજીકથી એક ઇકો કાર, નડિયાદ શહેરમાંથી એક ઇકો કાર, પીજ ગામેથી એક ઈકો કાર, વૌઠા ગામેથી એક ઈકો કાર,ગુતાલ ગામેથી એક ઈકો કાર, ડભાણ ગામેથી એક ઈકો કાર, મહુધા ગામેથી એક ઈકો કાર, અલિન્દ્રા (વસો) ગામેથી એક ઈકો કાર અને કાચ્છઈ ગામેથી એક ઈકો કારની ચોરી કર્યાની પણ કબુલાત કરી હતી.

આ ટોળકી રાત્રીના સમયે મોટરસાયકલ લઈને ઈકો ગાડીની ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરી કરી લેતા હતા. અને ચોરી કરેલી આ ઈકો ગાડીનો ઉપયોગ તે જ રાત્રે તેમજ બીજા દિવસે રાત્રે ઘરફોડ ચોરીઓ માટે કરતા હતા. અને ઘરફોડ ચોરી કર્યા બાદ ચોરી કરેલી ઈકો ગાડી નડિયાદ મહેમદાવાદ નજીક રોડ ઉપર બિનવારસી હાલતમાં છોડી દેતા હતા. સીકલીગર ગેંગના બે સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી 26 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા હતો, જેમાં ગેંગનાં અન્ય સાગરીતો જોગિન્દર ઉર્ફે કબીર સંતોકસીંગ ચીખલીગર લખન ચીખલીગર, વિજય મરાઠી, કેસ્ટો, અને ઈલ્લાસીંગ ઉર્ફે ઈલ્લો પંચમસીંગ ખીંચી સહીત  પાંચ આરોપીઓનાં નામ ખુલતા પોલીસે તેઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news