ગુજરાતમાં રાજકારણ બન્યું લોહિયાળ, દિગ્ગજ નેતા અને તેના પુત્રની જાહેરમાં હત્યા, 4ની ધરપકડ

વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Updated By: Sep 19, 2021, 06:45 PM IST
ગુજરાતમાં રાજકારણ બન્યું લોહિયાળ, દિગ્ગજ નેતા અને તેના પુત્રની જાહેરમાં હત્યા, 4ની ધરપકડ
ઝડપાયેલા આરોપીઓ

હિમાંશુ ભટ્ટ/મોરબી : વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી પર ફોટોગ્રાફરે દુષ્કર્મ આચર્યું, વકીલ પાસે ગઇ તો વકીલે પણ અને ડોક્ટર પાસે ગઇ તો ડોક્ટરે પણ...

મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (૫૨) અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (૨૪) ની ઉપર ગત બુધવારે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બન્યો હતો. મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસહ હાલમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. 

રાજકોટ : રજાના દિવસે વગુદળ નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રો નદીમાં ડૂબ્યા, બેના મોત

મોરબી અગાઉ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું, ત્યારે ફારૂકભાઇ ઉપપ્રમુખ બન્યા હતા અને પછી કોંગ્રેસ કેટલાક અસંતુષ્ટ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી હતી અને ૧૨ જેટલા સભ્યોએ ભાજપનાં બહારથી ટેકો મેળવીને મોરબી નગરપાલિકામાં સત્તાની ધૂરા સંભાળી હતી. ત્યાર પછીની વિકાસ સમિતિએ સત્તા ગુમાવી હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યું હતું. આ સમયગાળા દરમ્યાન જ રાજકીય મનદુખના બીજ રોપાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. જો કે, આ બેવડી હત્યાના બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટવાણીએ (ઉંમર ૫૨) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શ્ખ્સોની સામે તેના પતિ અને દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હાલમાં બી ડિવિઝન પોલીસે એક આરોપીની વડોદરાથી અને ત્રણ આરોપીની મોરબી વીસીપરા વિસ્તારના પાછળના ભાગમાથી ધરપકડ કરી છે. જેમાં ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબ્જે લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મદીના સોસાયટીમાં જઈને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરે તેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી.

‘પિતાને બહેન અને માતાને ભાઈ પસંદ છે, હું કોઈને ગમતી નથી’ ચિઠ્ઠી લખીને સગીરાએ ઘર છોડ્યું

મોરબી શહેર અને જિલ્લામાં હત્યાના ગુનામાં આરોપીઓની પોલીસ દ્વારા બનાવની ફરિયાદ નોંધાયા પછી ધરપકડ તો કરી લેવામાં આવે છે. જો કે, જીલ્લામાં જે રાજકીય ચિત્ર બદલઇ રહ્યું છે. લોહિયાળ રાજકારણ વધી રહ્યું છે તે ક્યાકને કયાક આગામી દિવસોમાં મોરબીના લોકો અને અધિકારીઓએ માટે ચિંતાનો વિષય બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube