ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, એક-બે દિવસમાં પડશે વરસાદ
રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો અમદાવાદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે જેને લઇ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના એંધાણ છે.
Trending Photos
અમદાવાદ: રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો અમદાવાદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે જેને લઇ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના એંધાણ છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. ત્યારે આગામી 3 દિવસમાં દ.ગુજરાતમાં સિસ્ટમ કાર્યરત થશે તો હળવા વરસાદના એંધાણ છે. માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે 30, 31મે અને 1 જૂને પ્રિ-મોન્સુન સક્રિય થશે. જેના કારણે ગરમીમાં જલદી જ લોકોને હાશકારો મળશે.
રાજ્યભરમાં ગરમીથી મળી શકે છે જલદી જ રાહત
વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ-પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આ સાથે જ હવામાન વિભાગે હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી શહેર સહીત જિલ્લાભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. ત્યારે ભારે ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકોને અસહ્ય ગરમીમાંથી ઠંડકનો અહેસાસ થયો હતો. તો સાથે જ વહેલી સવારે ઠંડા પવનોની લહેર ફરી વળી હતી.
કેરળમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ
કેરળમાં વિધિવત રીતે ચોમાસાના પ્રારંભની હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. વાતાવરણમાં પલટો નોંધાતા ચોમાસાએ એન્ટ્રી લીધી છે. કેરલના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. કેરળના વરસાદી વાતાવરણની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની આગાહી કરનાર ખાનગી એજન્સી સ્કાઇમેટ મુજબ કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થશે. જો કે સોમવારે સવારે કેરળમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. કેરળમાં આમ તો 1 અથવા 2 જૂને ચોમાસાનું આગમન થઇ જતું હોય છે. સ્કાઇ મેટના જણાવ્યા અનુસાર કેરળમાં માનસૂન જેવી પરિસ્થિત સર્જાય છે. કેરળના દરેક મૌસમ કેન્દ્રો પર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવાની ગતિ પણ મોસમના અનુકૂળ છે.
મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ અગાઉ વૈજ્ઞાનિકોનું માનવું હતું કે દેશના ઉત્તરીય વિસ્તારમાં આંધી-તોફાનની અસર મુદ્દે આ વખતે મોનસૂન 4-5 દિવસ પહેલા આવી શકે છે. હવામાન વિભાગ મુજબ જો કેરળ અને તેની આસપાસના રાજ્યોમાં 14 હવામાન વિભાગ કેન્દ્રોમાં 60 ટકા પર સતત 2.5 મીમી વરસાદ નોંધવામાં આવશે તો એવુ માનવામાં આવશે કે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે