ભરૂચના GNFCમાં અત્યંત જોખમી ફોકઝીન ગેસ થયો લીક, 37 લોકોને અસર
ભરૂચમાં આવેલા GNFC ટીડીઆઈ પ્લાન્ટમાં ગેસ લીકેજથી અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અત્યાંત જોખમી એવો ફોક્ઝીન ગેસ લીકેજ થતાં 37 વ્યક્તિને અસર થઈ હતી. અને તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Trending Photos
ભરૂચ: ભરૂચ જિલ્લામાં દહેજના રહિયાદ ખાતે આવેલ જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં મોડી રાતે ગેસ લીકેજનો બનાવ બનતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ગામમાં લોકોની જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ હતી. મોડી રાતે સર્જાયેલ ટેકનિકલ ખામીના કારણે ફોકજીન નામનો ઝેરી ગેસ લીકેજ થવાથી 37 ગ્રામજનોને ગેસની અસર થઈ હતી. તમામ અસરગ્રસ્તોને ભરૂચ ખાતે આવેલ જીએનએફસી નર્મદા નગરમાં હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના ના પગલે વહીવટી તંત્ર તેમજ કંપની દ્વારા રહીયાદ ગામ ખાલી કરાયું.
ગેસ લીકેજના પગલે મોડી રાતે કંપનીના ગેટ ઉપર ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવતા વાતાવરણ ગરમાયુ હતું. હાલ કંપનીના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ ગત રાત્રિથી ગ્રામજનોદહેજ ખાતે જી.એન.એફ.સી. ની શિફ્ટ ડ્યુટીની બસો ગ્રામજનો દ્વારા અટકાવાઈ હતી. ફોકઝીન ગેસ લિકેજના કારણે ગ્રામજનોને આંખોમાં બળતરા, ઉબકા આવા, ઉલટી થવી તેવા ચિહ્નો દેખાતા તાત્કાલિક કંપની અને વહીવટી તંત્ર દ્વારા લીકેજ પર કાબુ મેળવી અને અસરગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેના કારણે હાલ તો મોટી દુર્ઘટના ટળી છે.
ભોપાલ ગેસ લિકેજની દુર્ઘટનામાં જે ગેસ લિક થયો હતો તેના જેવો જ આ ફોકઝીન ગેસ ખતરનાક હોવાનું બહાર આવ્યું છે. અત્યારે ઘટનાના 12 કલાક બાદ પણ જીએનએફસી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે