જે ક્રાઇમબ્રાંચના નામથી આરોપી થથરે, તેના કોન્સ્ટેબલ પર હુમલાથી ચકચાર

શહેરકોટડામાં ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ હાલ બંન્ને કોન્સ્ટેબલને ઘાયલ સ્થિતીમાં સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચ ના કોન્સ્ટેબલ પર હુમલો થતા ચકચાર મચી ગઇ છે. જો કે હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જયેન્દ્ર સિંહ અને ઝાલાભાઇ નામના બંન્ને કોન્સ્ટેબલ પર પોટલિયા ચાર રસ્તા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. 
જે ક્રાઇમબ્રાંચના નામથી આરોપી થથરે, તેના કોન્સ્ટેબલ પર હુમલાથી ચકચાર

અમદાવાદ : શહેરકોટડામાં ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ હાલ બંન્ને કોન્સ્ટેબલને ઘાયલ સ્થિતીમાં સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાંચ ના કોન્સ્ટેબલ પર હુમલો થતા ચકચાર મચી ગઇ છે. જો કે હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જયેન્દ્ર સિંહ અને ઝાલાભાઇ નામના બંન્ને કોન્સ્ટેબલ પર પોટલિયા ચાર રસ્તા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય પોલીસ કરતા ક્રાઇમ બ્રાંચના સ્ટાફની ધાક પ્રમાણમાં વધારે હોય છે. જો કે ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ પર હુમલો થવાનાં કારણે અમદાવાદનાં પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઇ છે. ગુનેગારો માત્ર હવેલી (ક્રાઇમબ્રાંચનું હેડક્વાર્ટર) નામથી જ થથરતા હોય છે ત્યારે તેના સ્ટાફ પર હુમલો રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વિશે ઘણુ કહી જાય છે. તો બીજી તરફ અસામાજીક તત્વોમાં પોલીસ જ નહી પરંતુ ક્રાઇમબ્રાંચનો પણ કોઇ ડર નહી હોવાની ચર્ચા ચાલુ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news