હાઇકોર્ટનાં જજની દેખરેખમાં ભરતી પ્રક્રિયા કરવાની કોંગ્રેસની માંગ
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી. સરકાર દ્વારા બિનસચિવલયની પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા નિર્ણયને ચાવડાએ ગુજરાતની યુવાશક્તિનો વિજય ગણાવ્યો તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારની ભરતીમાં થતા ભરાષ્ટ્રચાર અને ગોટાળાનો પર્દાફાશ થયો છે. પહેલા દિવસથી જ પરીક્ષાનું પેપર લીક થયાની યુવાનોની રજુઆત હતી. જેને લઇને ગુજરાતનો યુવાન સંગઠિત થઈને રસ્તા પર ઉતર્યા તેનો વિજય થયો તેમણે આક્ષેપ કર્યો કે ભરતી પ્રક્રિયાઓની જે સરકારી વ્યવસ્થા છે તે તમામ ભરાષ્ટ્રચારના એપી સેન્ટર છે. પરીક્ષા રદ્દ કરવી એ સમસ્યાનું નિવારણ નથી કેમકે ભવિષ્યમાં જે ભરતી પ્રક્રિયા થશે તેમાં યુવાનોને વિશ્વાસ રહેશે ખરો? તેવો સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યો હતો. ચાવડાએ કહ્યુ કે ગુજરાતના યુવાનને સરકારમાં અને ગુજરાતની ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ રહ્યો નથી. નવી ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી અભિપ્રાયો મંગાવવા જોઈએ. હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા થવી જોઈએ સાથેજ નિષ્ણાંતોના સૂચનો મેળવીને ફૂલપૃફ સિસ્ટમ સરકારે બનાવવી જોઈએ. જેથી સાચા પરીક્ષાર્થીઓને કોઇ અન્યાય ન થાય.
સરકારી ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસથી વધારી સ્નાતક કરવા મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે ગુજરાત સરકારે શિક્ષણનું વ્યાપરિકારણ અને ખાનગીકરણ કર્યુ. હવે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે શૈક્ષણિક લાયકાતોમાં ફેરફાર કરે છે. શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરીને સરકાર બેરોજગરીનો આંકડો છુપાવવા માંગે છે. ચાવડાએ ઉમેર્યુ કે શૈક્ષણિક લાયકાત બદલી સરકાર ચોક્કસ વિસ્તાર અને સમુદાયને વંચિત રાખવા માંગે છે, તથા સરકાર પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા શૈક્ષણિક લાયકાત સુધારવા માંગે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ડમી રાઇટર કાંડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યુ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષામાં ડમી ઉમેદવાર પકડવામાં આવ્યા પણ તે ભાજપના ઉમેદવાર હોવાથી દિવસો સુધી કાર્યવાહી કરવામાં નથી આવી. રાજકોટ રાજ્યના મુખ્યમંત્રીનુ હોમટાઉન અને જિલ્લો હોવાથી કાર્યવાહી કરવામાં નથી આવતી. ભરતી પ્રક્રિયામાં ભાજપ સરકાર ષડયંત્ર ચલાવે છે. કોઈ પણ પ્રકારે ભાજપ સરકાર પોતાના માલતીયાઓને નોકરી અપાવે છે.
રાજ્યમાં સરકારના છુપા આશીર્વાદથી ખેડૂતોને લુંટવાનું ષડયંત્ર ચાલતુ હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો. રાજ્યમા ટેકના ભાવે થઇ રહેલી મગફળી ખરીદીમાં સામે આવેલા ગોટાળા અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યુ કે આ ભાજપ સરકાર જ કૌભાંડી છે. સરકાર દ્વારા તમામ જગ્યાએ ભાજપ પોતાના મળતીયાઓને આર્થિક લાભ કરાવાઇ રહ્યો છે. મગફળીની ખરીદીમાં વપરાતા બારદાનનું પણ કૌભાંડ છે. સરકારના છુપા આશીર્વાદથી ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલે છે. ભાજપના વચેટિયાઓને કમાવી આપવા માટે ખેડૂતોને લૂંટવામાં આવે છે. ગત વર્ષે થયેલા મગફળી કૌભાંડ પર સરકારે પડદો પાડી દીધો છે. 4 હજાર કરોડના મગફળી કૌભાંડમાં સરકારે લીધેલા પગલનું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે