નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગીને 21 વર્ષની સજા, એક સમયે હતો પ્રવિણ તોગડિયાનો ખાસ

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યાં છે

નરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગીને 21 વર્ષની સજા, એક સમયે હતો પ્રવિણ તોગડિયાનો ખાસ

અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇ કોર્ટે બાબુ બજરંગીને દોષિત ઠેરવીને પહેલાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે પછી આ સજા ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. આ કેસમાં કુલ 32 આરોપીઓની સજા સામે અપીલ થઈ હતી. આ મામલામાં કોર્ટે માયા કોડનાનીને તો નિર્દોષ છોડી દીધા છે પણ બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદમાં રાખવાની સજા હાઈકોર્ટે માન્ય રાખી છે. રસપ્રદ વાત તો એ છે કે બાબુ બજરંગી એ પ્રવિણ તોગડિયાની નજીકનો માણસ ગણાય છે.

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યાં છે. ઝી ન્યૂઝ સાથે એક ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે કોડનાનીને નિર્દોષ છોડી મૂકવા એક મોટો સવાલ છે. તેમણે કહ્યું કે બાબુ બજરંગીની સજા જો હાઈકોર્ટે યથાવત રાખી તો કોડનાનીને કેવી રીતે નિર્દોષ છોડી મૂકાય. આમ કોડનાનીના નિર્દોષ છૂટકારા બાદ રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

આ પહેલા નીચલી કોર્ટના ચુકાદામાં માયા કોડનાનીને 28 વર્ષની જેલની સજા થઈ હતી તેમજ બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ ચુકાદા પછી દોષિતોએ નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે વિશેષ તપાસ દળે 29 લોકોને છોડી મૂકવાના ફેંસલા સામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news