જો કોઇ મહિલા હોટલમાં મળવા બોલાવે તો સાવધાન, આ પ્રકારે લાખો રૂપિયાનો લાગી શકે છે મોટો ચુનો

શહેરના સેટેલાઇટ પોલીસે હનીટ્રેપ કેસમા તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી છે. પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ હિરાસતમાં ઉભેલા આરોપીનું નામ છે આશિક હુસેન દેસાઈ. પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન છેલ્લા ઘણા સમયથી પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીક થી આરોપીને ચોક્કસ હકીકત આધારે ઝડપી લીધો હતો. કુખ્યાત આરોપી આશિક હુસેન માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી અગાઉ પણ મારામારી, લૂંટ અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હનીટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે.
જો કોઇ મહિલા હોટલમાં મળવા બોલાવે તો સાવધાન, આ પ્રકારે લાખો રૂપિયાનો લાગી શકે છે મોટો ચુનો

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના સેટેલાઇટ પોલીસે હનીટ્રેપ કેસમા તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી છે. પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ હિરાસતમાં ઉભેલા આરોપીનું નામ છે આશિક હુસેન દેસાઈ. પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન છેલ્લા ઘણા સમયથી પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીક થી આરોપીને ચોક્કસ હકીકત આધારે ઝડપી લીધો હતો. કુખ્યાત આરોપી આશિક હુસેન માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી અગાઉ પણ મારામારી, લૂંટ અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હનીટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે.

પોલીસ ચોપડે રીઢો ગુનેગાર આશિક હુસૈન દેસાઈ હાલમાં પણ અનેક ગુનાઓને અંજામ આપતો. તાજેતરમાં જ સેટેલાઈટ પોલીસે હનીટ્રેપ કેસમાં પકડાયેલા બે આરોપીઓને મદદ કરવામાં અને રૂપિયાની લેતીદેતીમાં સંડોવણી બહાર આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આશિકને સેટેલાઇટના હનીટ્રેપ કેસમાં આંગડિયા માં રૂપિયા હવાલેથી મંગાવવાના ત્રણ લાખ રૂપિયા મળવાના હતા. આશિક પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓને અંજામ આપવા માટે ક્રિમિનલ ટોળકીઓ સંપર્કમાં રહેતો હતો. 

આશિક હુસેનની ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો અગાઉ પણ તેના વિરુદ્ધ અને ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. એટલું જ નહીં અગાઉ બોટાદના બરવાળા અમદાવાદના સેટેલાઈટ અને પાલડી ધંધુકા સહિતના પોલીસે તેને અલગ અલગ ગુનાઓમાં પકડેલો છે. અત્યારે હાલ તો અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી આરોપીને ધોલેરા પોલીસના હવાલે કર્યો છે. બાદમાં સેટેલાઈટ હનીટ્રેપ કેસમાં પણ તેની પૂછપરછ થતા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news