ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણય

Smart Meter Protest : સ્માર્ટ મીટરને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ કર્યો મહત્વનો નિર્ણય, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર લગાવાશે, ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણય

Gujarat Government : ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધનો મામલો ધીરે ધીરે ચૂલ પકડતો જોઈને સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વનો નિર્ણય કર્યો કે, હવે સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે. લોકોની ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નિર્ણય કરાયો છે. સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 21, 2024

 MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવી આપ્યા આદેશ 
વડોદરામાં સ્માર્ટ મીટરનો નાગરિકોના વિરોધના પગલે સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ ઊર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 19, 2024

 

સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ?
સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી.

મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું?
શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું.

સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news