જ્યાં બધાએ પીછેહઠ કરી, ત્યાં સેંકડો કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે ભાવનગરના બે કિરીટભાઈ અને આરીફભાઈ

જ્યાં બધાએ પીછેહઠ કરી, ત્યાં સેંકડો કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે ભાવનગરના બે કિરીટભાઈ અને આરીફભાઈ
  • સમાજના વાડાઓને પાર કરી ખરા માનવી બન્યા ભાવનગરના આ બે શખ્સો, હસતા મોઢે સ્વીકારી કોરોના મૃતદેહોની અંતિમ સંસ્કારની જવાબદારી

નવનીત દલવાડી/ભાવનગર :સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા વેક્સીનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, એવામાં હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા અનેક લોકો પોતાના જીવ ખોઈ રહ્યા છે. જ્યારે પરિવાર પોતાના વ્હાલસોયા પરિજનથી કોરોનાની બીકના કારણે દૂર થઈ રહ્યા છે, કોરોના વિશ્વની એક એવી મહામારી જેમાં સગા વ્હાલા પણ સંક્રમણ થવાના ભયના કારણે પોતાના વ્હાલા વ્યક્તિની ખબર અંતર પૂછવા પણ નથી જઈ શકતા અને દૂર રહીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કોરોનાની એવી તો બીક લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે મૃતકોની નજીક જવાની વાત તો દૂર લોકો તેના અંતિમ સંસ્કાર સમયે પણ દૂરથી જ પોતાની લાગણી વ્યક્ત કરી દે છે. પરંતુ આવા સમયે પોતાની સામાજિક અને નૈતિક જવાબદારી સમજી ભાવનગરના અલગ અલગ સમાજના બે આગેવાનોએ સેવાની જ્યોત જલાવી છે. જેમાં એક છે કિરીટભાઈ મિસ્ત્રી અને બીજા છે આરીફભાઈ કાલવા.

ગુજરાતમાં મૃત્યુના આંકડા મામલે મુખ્યમંત્રીએ ખુલાસો તો કર્યો, પણ તે ગળે ઉતરે તેમ નથી

કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર માટે હંમેશા આગળ આવે છે કિરીટભાઈ
કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ આ બંને સેવાના ભેખધારીઓ સમાજમાં આદર્શ વ્યક્તિ તરીકે પોતાનું નામ અંકિત કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઈ મિસ્ત્રી જે કોરોનાની પ્રથમ લહેરથી જ મૃતકોના અંતિમ સંસ્કાર કરી સમાજ પ્રત્યેનું દાયિત્વ નિભાવી રહ્યા છે. એક સમયે જ્યારે કોરોનામાં મૃતકોને ધાર્મિક વિધિથી અગ્નિસંસ્કાર કરવાવાળુ કોઈ ન હતું, એવા સમયે કિરીટભાઈ આગળ આવ્યા અને પોતાના સંગઠનના કેટલાક મિત્રોને પણ તૈયાર કરી મૃતકોના અંતિમ સંસ્કારની જવાબદારી ઉપાડી લીધી અને ત્યારથી અત્યાર સુધીમાં સેંકડો મૃતકોના વિધિ વિધાન સાથે અંતિમસંસ્કાર કરી ચુક્યા છે. 

એવા બીજા અગ્રણી છે આરીફભાઈ કાલવા કે જે બિલ્ડર હોવાની સાથે મુસ્લિમ અગ્રણી તરીકે જાણીતા છે. કોઈ પણ જાતની સેવાનું કાર્ય હોય, આરીફભાઈ કામ માટે હંમેશા તત્પર જોવા મળે, હિન્દુ વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવા માટે કિરીટભાઈ તો હતા જ, પરંતુ મુસ્લિમ વિધિ પ્રમાણે મૃતકોની અંતિમવિધિ કોણ કરે? આરીફભાઈએ આ બીડું પણ ઉઠાવી લીધું અને સમાજના મિત્રોને સાથે રાખી કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા મુસ્લિમ બિરાદરોની અંતિમ વિધિ શરૂ કરી.કિરીટભાઈ હાજર ન હોય તો આરીફભાઈ તેમનું કામ કરે છે અત્યાર સુધીમાં અસંખ્ય કોરોના મૃતકોને આરીફભાઈ કબ્રસ્તાનમાં વિધિ વિધાન સાથે દફનાવી ચુક્યા છે.

નવરો પતિ કોરોનાગ્રસ્ત પત્ની પાસેથી કરી રહ્યો છે એક જ ડિમાન્ડ, સેક્સ...સેક્સ...સેક્સ..

કિરીટભાઈ હાજર ન હોય તો આરીફભાઈ તેમનું કામ કરે છે 
અત્યાર સુધીમાં અસંખ્ય કોરોના મૃતકોને આરીફભાઈ કબ્રસ્તાનમાં વિધિ વિધાન સાથે દફનાવી ચુક્યા છે. સમાજ ભલે બંનેનો જુદો હોય પરંતુ સેવાની જ્યોત બંનેએ એક સરખી જલાવી છે, આ બંને આગેવાનોએ સમાજના વાડાઓને પાર કરી માનવી તરીકે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે, જ્યારે કિરીટભાઈ કોઈ કામ માટે ન આવી શક્યા હોય ત્યારે આરીફભાઈએ ખોટ નથી પાડવા દીધી. પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ મૃતકોની અંતિમવિધિ તેઓ હિન્દુ રીતિરીવાજ મુજબ કરતા શસ્ત્રોક્ત પદ્ધતિથી અંતિમસંસ્કાર કરી હિન્દૂ-મુસ્લિમ ભાઈચારના દર્શન કરાવતા. ધન્ય છે આવા સેવાના ભેખધારી વિરલાઓને...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news