Bageshwar baba in Surat: ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે, અમદાવાદમાં પોસ્ટરો લાગ્યા

Bageshwar baba in Surat: ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. બિહારની જેમ ગુજરાતમાં પણ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રાજકારણના રંગે રંગાય તેવી પૂરી સંભાવના છે. સુરતના દરબારમાં તો પાટીલ હાજર રહેવાના છે.

Bageshwar baba in Surat: ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે, અમદાવાદમાં પોસ્ટરો લાગ્યા

ઝી બ્યુરો/સુરત: આગામી દિવસોમાં ગુજરાતના મોટા શહેરોમાં બાગેશ્વર સરકારનો લોક દરબાર યોજાનારો છે, ત્યારે સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. આ સિવાય લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેક નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. 

ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજનમાં સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રચાર પ્રસાર માટે સોશિયલ મિડિયામાં પ્રચાર પ્રસાર ધુમ ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

No description available.

નોંધનીય છે કે, બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પધારી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 26 અને 27 મેના રોજ સુરત પધારશે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5 થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જેને લઈને નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

આ કર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત લોક દરબાર સાથે રોડ શોનું પણ આયોજન કરાયું છે. સુરતમાં દિવ્ય દરબારની સાથે રોડ શોનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત દિવ્ય દરબાર સ્થળે 5 સ્ટેજ, ૩0થી વધુ એલઈડી તેમજ કાર્યક્રમમાં આવનારા લોકો માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યોની વ્યવસ્થા બાબતે અગાઉ બેઠક યોજાઈ હતી. સભ્યોનું કહેવું છે કે તેઓ હમણાંથી તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. આ આયોજનની સમિતિમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, પાલિકા ચેરમેન દિનેશ રાજપુરોહિત અને વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news