કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી કાનાણી નારાજ : ભરતી મેળામાં હાજરી જ ન આપી

Alpesh Kathiriya Vs Kumar Kanani : અલ્પેશ કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી નારાજ કુમાર કાનાણી.. કહ્યું, મારા સિદ્ધાંતો વિરુદ્ધ થયું કામ એટલે ગેરહાજર રહ્યો... તો કથીરિયાએ કહ્યું, વડીલ તરીકે આશીર્વાદ લઈને સાથે કરીશું કામ... 

કથીરિયાની ભાજપમાં એન્ટ્રીથી કાનાણી નારાજ : ભરતી મેળામાં હાજરી જ ન આપી

Surat Loksabha Seat : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જે રીતે ભરતી મેળો ચાલુ છે, તે જોતા ભાજપના નેતાઓને મજુરિયા કાર્યકર્તા હોવાનો અહેસાસ થાય છે. સાથે જ મોટાગજાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગત મહિને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ જ કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારે હવે ગુજરાત ભાજપના વધુ ધારાસભ્યએ આયાતી ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ આયાતી ઉમેદવાર છે અલ્પેશ કથીરિયા, અને નારાજ થનાર છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણી વખતે અલ્પેશ કથેરિયા અને કુમાર કાનાણી સામસામે ઉમેદવાર હતા.

કાનાણીની હાજરી આંખે ઉડીને વળગી 
ગઈકાલે આમ આદમી પાર્ટી ના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાયા હતા. તયારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના આ ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યાં હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા, પરંતુ કુમાર કાનાણીની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે સૌથી મજબૂત હરીફ તરીકે અલ્પેશ કથીરિયા કુમાર કાનાણીની સામે પડ્યો હતો. તેમાં પણ કુમાર કાનાણીની ઈમેજ સ્પષ્ટ વક્તા તરીકે છે. તેઓ વાંધો હોય તો પોતાની પાર્ટી સામે પણ બોલતા અચકાતા નથી. જોકે, ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી ધારાસભ્ય અળગા રહેતા ગણગણાટ વધ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા.

કાનાણીએ આપ્યું આ કારણ
કાર્યક્રમમાં ગેરહાજરી બાબતે કુમાર કાનાણીએ કહ્યું કે, મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. હું મારા સિદ્ધાંત નહિ છોડું. પાર્ટીએ જે નિર્યણ કર્યો તે માન્ય છે. 

અમે તેમને મળીને નારાજગી દૂર કરીશું 
તો કુમાર કાનાણીની નારાજગી મામલે અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણએ કહ્યું કે, કુમાર કાનાણીની વાત તેમના સ્તર પર યોગ્ય છે. ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે તે પ્રશ્ન બાબતે તેમને મનમાં વાત હોય તે મીડિયા સમક્ષ તેમને મૂકી છે. અમે કુમાર ભાઈને ચોક્કસ માનવીશું. હરીફ તરીકે સાથે હતા ત્યારે પણ આશીર્વાદ લીધા હતા અને હવે તો એક પાર્ટીમાં છે એટલે સ્વભાવિક આશીર્વાદ લઈશું. અમે તેમને મળીશું અને અમારાથી કોઈ દુઃખ થયું છે તે બાબતે ચર્ચા કરીને અમે નિરાકરણ લાવીશું. રાજકીય બાબતોમાં આમને સામને પ્રહારો થતાં હોય છે. રાજનૈતિક અને વૈચારિક પ્રહારો થાય છે. ચુંટણી સમયે આવું બધું થતું હોય છે. અમે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે કામ કરીશું. 2022 વિધાનસભામાં અમે સામસામે હરીફ હતા. આવનાર વ્યક્તિના સિદ્ઘાંત વિરોધી લાગતા હોય તો તો ઉપસ્થિત ન રહ્યા હોઈ શકે. ભાજપમાં આવ્યા છીએ ત્યાંપણ મજબુતાઈથી જવાબદારી નિભાવીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news