દેશમાં લોકસભાની 126 સીટ પર BJPનું વિશેષ ફોકસ, ગુજરાતની આ 5 સીટ પર વિશે ધ્યાન આપવા સૂચન

ગુજરાતની પાંચ એવી લોકસભા બેઠકો જેમાં ભાજપને જીત મેળવવામાં વધુ મહેનત કરવી પડી શકે છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં પાટણ, દાહોદ, આણંદ, બારડોલી અને, જૂનાગઢ સીટ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. હાલ લોકસભાની તમામ બેઠકો ભાજપ માટે છે.

દેશમાં લોકસભાની 126 સીટ પર BJPનું વિશેષ ફોકસ, ગુજરાતની આ 5 સીટ પર વિશે ધ્યાન આપવા સૂચન

ઝી બ્યુરો/ગાંધીનગર: 2024 લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં તમામ બેઠકો અંકે કરવા માટે સ્થાનિક કક્ષાએ બેઠકો કરવામાં આવી રહી છે. સાથે જ દિલ્લીથી મળેલી સૂચનાના અમલની શરૂઆત કરવામાં આવી છે. 2024માં પ્રચંડ બહુમતિથી જીત માટે ભાજપે વિશેષ તૈયારીઓ કરી છે. જેમાં દેશમાં લોકસભાની 126 સીટ પર ભાજપનું વિશેષ ફોકસ છે. 

આ 126માં ગુજરાતની પાંચ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતની પાંચ એવી લોકસભા બેઠકો જેમાં ભાજપને જીત મેળવવામાં વધુ મહેનત કરવી પડી શકે છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં પાટણ, દાહોદ, આણંદ, બારડોલી અને, જૂનાગઢ સીટ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. હાલ લોકસભાની તમામ બેઠકો ભાજપ માટે છે. અને આવતી વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક માટે ભાજપ સજ્જ થઈ ગયું છે.

નોંધનીય છે કે, લોકસભા 2024 ની ચુંટણીમાં ગુજરાતની 26 બેઠકો જંગી બહુમતીથી જીતવા ભાજપે કમર કસી છે. જેના માટે બુથ ઉપર કેટલા મતો છે અને કઈ જ્ઞાતિના છે, ત્યાં સુધીનું માઇક્રો પ્લાનિંગ ભાજપ પ્રદેશ પ્રમુખે કરીને બુથ મજબૂત કરવા સાથે પેજ સમિતિમાં રહેલી ત્રુટીઓને સુધારી કાર્યકર્તાઓને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન થકી માર્ગદર્શન આપ્યું હતુ. ગુજરાતમાં 156 બેઠકો કબ્જે કર્યા બાદ ભાજપ હવે કેન્દ્રમાં ફરી બહુમતી સાથે સરકાર બનાવવાના પ્લાનિંગમાં છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 5 લાખથી વધુની જીત મેળવવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પેજ સમિતિ સહિત સોશ્યલ મીડિયા થકી મતદારો સુધી પહોંચવાનું માઇક્રો પ્લાનિંગ ઘડ્યું છે. 

નવસારીમાં સાંસદ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નવસારીમાં જિલ્લાના 1200 થી વધુ બુથના કાર્યકર્તાઓ સાથે બુથ સશક્તિકરણ બેઠક કરી હતી. ખાસ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે ભાજપની અત્યાર સુધીની સફર સાથે જ કોંગ્રેસ અને ભાજપના પ્રધાનમંત્રીઓની કાર્યપ્રણાલી સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા હતા. જેમાં સાંસદ સી. આર. પાટીલની ઓફિસની વિશેષતા સાથે મોબાઈલ એપ્લિકેશન અને એના થકી બુથ કેવી રીતે કેપચર કરવાનું એની વિસ્તૃત સમજ આપી હતી. ખાસ મોબાઈલ એપ્લિકેશનમાં વિધાનસભા, તેમાં આવેલા બુથ સાથે બુથમાં કઈ જ્ઞાતિના કેટલા લોકો છે, કેટલા પેજ સમિતિના સભ્યો છે, ક્યા વિસ્તારમાં પેજ સમિતિ કાર્યરત નથી.

ગત ચૂંટણીમાં ભાજપ અને તેના પ્રતિસ્પર્ધી પક્ષોને કેટલા મતો મળ્યા, કોણ ભાજપી કાર્યકર્તા છે જેવી ઝીણામાં ઝીણી માહિતી કાર્યકર્તાઓ અને આગેવાનો સુધી પહોંચાડવામાં આવી છે. જેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની 180 યોજનાઓ તેમજ કોણે કઈ યોજનાનો લાભ લીધો છે જેવી માહિતી પણ મોબાઈલ એપમાં સ્ટોર કરવામાં આવી છે. જેથી બુથના મતદારો અને તેમને ભાજપ તરફે કઈ રીતે વાળવા એની સંપૂર્ણ માહિતી સાથેનું માર્ગદર્શન પ્રદેશ પ્રમુખે આપ્યુ હતું. સાંસદ સી. આર. પાટીલે ગણદેવી અને જલાલપોર વિધાનસભાના બુથોની કેવી સ્થિતિ છે એનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપ્યુ હતુ. 

કોની બનશે સરકાર?
સર્વેમાં સવાલ પૂછાયો કે જો હાલ ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તો લોકએ એનડીએના પક્ષમાં બહુમત આપ્યો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 298 સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 બેઠકો મળતી જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news