દક્ષિણ ગુજરાતમાં ત્રીજી કંપનીમાં બ્લાસ્ટ, અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 1નું મોત, 5 દાઝ્યા

અંકલેશ્વરના જીઆઇડીસીમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીમાં લાગી પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠી હતી. આ પ્રચંડ બ્લાસ્ટમાં ત્રણ જેટલા કામદારો ગંભીર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં ત્રીજી કંપનીમાં બ્લાસ્ટ, અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 1નું મોત, 5 દાઝ્યા

ભરત ચૂડાસમા/ભરૂચ :અંકલેશ્વરના જીઆઇડીસીમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીમાં લાગી પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠી હતી. આ પ્રચંડ બ્લાસ્ટમાં ત્રણ જેટલા કામદારો ગંભીર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અંકલેશ્વરની હિમાની ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપનીમાં મોડી રાત્રિએ ઉત્પાદન વિભાગમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન રીએક્ટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેમાં બરોડાની બીએપીએસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક કામદારનું મોત નીપજ્યું છે. DISH (ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી) અને જીપીસીબીએ ઘટનાની તપાસ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આગમાં ઘાયલોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. 

ઉલ્લેખીય છે કે, છેલ્લાં પંદર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં કંપનીમાં બ્લાસ્ટ લાગવાની ઘટના બની છે. દહેજ, સુરતના ઓલપાડ બાદ હવે અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે. દહેજની રસાયણ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 8 કામદારોના મોત નિપજ્યા હતા અને 50 જેટલા ઘાયલ થયા હતા. જેના બાદ સુરતના ઓલપાડના બરબોધન ગામે રામ પેપરમિલમાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 થી 5 કામદારો દાઝ્યા હતા. અને હવે અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news