BMW Accident : પાસિંગમાં આવેલી BMW કાર લઈને પાર્ટી કરવા નીકળ્યો શો રૂમનો સેલ્સ મેનેજર, દંપતીને કચડ્યા

BMW Accident In Vadodara : વડોદરામાં હિટ એન્ડ રન..... લક્ઝુરિયસ કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું મોત..... કારમાં સવાર લોકો હતા નશાની હાલતમાં.....

BMW Accident : પાસિંગમાં આવેલી BMW કાર લઈને પાર્ટી કરવા નીકળ્યો શો રૂમનો સેલ્સ મેનેજર, દંપતીને કચડ્યા

BMW Accident In Vadodara જયંતી સોલંકી/વડોદરા : ગુજરાતમાં ફરી એકવાર બીએમડબલ્યુ અકસ્માતનો કેસ સામે આવ્યો છે. કાર શો રૂમમાં પાસિંગમા આવેલી BMW કારમા પાર્ટી કરવા શો રૂમને સેલ્સ મેનેજર નીકળ્યો હતો. તેણે ગાડીમાં પોતાના મિત્રોને બેસાડ્યા હતા, અને દારૂ પીધો હતો. ત્યારે સેલ્સ મેનેજરે મુજમહુડા અકોટા રોડ પર કારને રવિવારે રાત્રે અથાડી હતી. ત્યારે આ અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અકોટ વિસ્તારના સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાઝ શેખ અને તેમના પત્ની શાહીન શેખ રવિવારે રાતે પોતાની બાઈક પર સંબંધીને મળવા ગયા હતા. ત્યારે 9 વાગ્યાની આસપાસ મુજમહુડા તરફથી આવી રહેલી બીએમડબ્લ્યુ કારે તેમને અડફેટે લીધા હતા. બાઇક પર જઈ રહેલા દંપતીને BMW કારના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્નિ બંનેને સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમ્યાન શાહીનબેનનું મોત નિપજ્યું હતું. ત્યારે BMW કાર લઈને નીકળેલા અને અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલની પોલીસે અટકાયત કરી હતી. 

આ પણ વાંચો : 

પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચલાવીને અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ કારના શો રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાસિંગ માટે આવેલી BMW કાર લઈને સ્નેહલ પટેલ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. તેની સાથે કારમાં અન્ય ત્રણ મિત્રો હતા. અકસ્માત સર્જનાર સ્નેહક પટેલ અને તેના 3 મિત્રો નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે જે પી રોડ પોલીસે અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ સહિત તમામની અટકાયત કરી છે. 

જે.પી.રોડ પોલીસે BMW કારના ચાલક સ્નેહલ પટેલ સહિત સદ્દામ, મકસુદ અને વિશાલ મોરે સામે દારૂ પી કાર ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો દાખલ કરી ચારેયની ધરપકડ કરી છે. કાર કોની હતી અને આરોપીઓએ ક્યાંથી દારૂ પીધો તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news