તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જે કર્યો ખુલાસો
Talati Exam Date : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજે જુનિયર ક્લાર્કની પરીક્ષાની સાથે તલાટીની પરીક્ષા અંગે મોટા અપડેટ આપ્યા
Trending Photos
Junior Clerk Exam Declare હિતલ પારેખ/ગાંધીનગર : તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે તલાટીની પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગે આઈપીએસ હસમુખ પટેલે મોટી વાત કરી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જુનિયર ક્લાર્ક જ નહીં પણ તલાટીની પરીક્ષાઓ પણ હવે જલ્દી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. હસમુખ પટેલ દ્વારા ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લીધા બાદ તલાટીની પરીક્ષા લેવા પર ફોકસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રમાં પેપર લીક સંદર્ભમાં નવો બની રહેલા કાયદામાં પણ રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલના અનુભવનો લાભ લીધો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા થોડા જ દિવસોમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષાર્થીઓ અને હસમુખ પટેલનો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ પણ વાંચો :
જુનિયર ક્લાર્કની પરીક્ષા વિશે શું કહ્યું....
આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે. કમનસિબે પેપર લીક થયું, પરંતું ભવિષ્યમા આવુ ન બને તેવા પ્રયત્નો કરીશું. હું, વિકાસ સહાય સર તથા દિનેશ દાસા સતત પ્રયત્ન કરી રહ્યા છે. વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવા માંગીએ છીએ. પેપરલીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ચોરી ન થાય તે જરૂરી છે. તાલુકા કક્ષાએ પરીક્ષા લેવા માટે અગાઉ સારૂ આયોજન કર્યું હતું. પેપર ફૂટવા બાબતે કશું કહી ન શકું. પરિક્ષા કેન્દ્રોની તૈયારી છે. એપ્રિલ માસમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવાશે. પેપરલીક કરનારને પકડ્યા છે. પોલીસે પ્રયત્નો કર્યા છે. પરીક્ષાનું પેપર લીક થતા પહેલા પોલીસે તકેદારી રાખી અને કેટલાક લોકો ઝડપાયા. તેથી પોલીસની કામગીરીને બીરદાવુ છું. બધા ઉમેદવારોને કહું છું કે, ક્યાંય પણ આવી ઘટના દેખાય તો જાણ કરે. અમે વ્યવસ્થા ઉભી કરીશું કે તમે ગેરરીતિ બાબતે જાણ કરી શકો છો. ભૂતકાળમાં પણ આવી વ્યવસ્થામાં જાણ કરવામાં આવી હતી. ઉમેદવારો પણ પ્રમાણિકતાથી પરીક્ષા આપે. ઉમેદવારો સતર્ક હશે તો પેપર ફોડવાવાળાને પકડી શકીશું.
એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે જુનિયર કલાર્કની પરીક્ષા: GPSSBના ઈન્ચાર્જ ચેરમેન ડૉ.હસમુખ પટેલનું નિવેદન#juniorclerk #BREAKING #Gujarat pic.twitter.com/RIbLIWU2o6
— Zee 24 Kalak (@Zee24Kalak) February 6, 2023
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની આ મહિનામાં લેવાશે પરીક્ષા, હસમુખ પટેલની થશે આકરી પરીક્ષા
ગુજરાતમાં અત્યારસુધીમાં 12 પેપર ફૂટી ગયા છે. સરકાર પણ પેપર ફૂટી જવાની ઘટનાથી પરેશાન છે. પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, આ ઘટનાઓ બનતી રોકવા માટે હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સરકારે વાયદો કર્યો છે કે 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભાજપ સરકારે આ મામલે 2 રાજ્યોના નિયમોનો અભ્યાસ પણ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે