CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના આ 4 નગરોના વિકાસને મળશે વેગ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો શહેરી વિકાસને લઈને મહત્વનો નિર્ણય, વિવિધ વિકાસ કામોને મંજૂરીઓ. મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્‍વયે આપી વિવિધ મંજૂરીઓ. ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂપિયા ૭ કરોડ ૯૮ લાખની ફાળવણી. ૧ મહાનગરપાલિકા તથા ૩ નગરપાલિકા વિસ્તારના કામો માટે રૂપિયા ૭ કરોડ ૯૮ લાખની ફાળવણી.

CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના આ 4 નગરોના વિકાસને મળશે વેગ

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્‍વયે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે રૂ. 7 કરોડ 98 લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. વડોદરા મહાનગરને રૂ. 6 કરોડ 41 લાખ ઉપરાંત ત્રણ નગરપાલિકાઓને કુલ રૂ. 1 કરોડ 57 લાખ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યની 1 મહાનગરપાલિકા તથા 3 નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે રૂ. 7 કરોડ 98 લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

શહેરી વિકાસ યોજના અન્‍વયે આપી વિવિધ મંજૂરીઓ
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના જન સુવિધાના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ રકમ મંજૂર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતની સ્થાપનાની સુવર્ણ જયંતિ અવસરે 2010માં આ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના આયોજનબદ્ધ અને શ્રેષ્ઠતમ શહેરી આંતર માળખાકીય વિકાસના હેતુથી શરૂ કરાવેલી છે. આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં નગરો-મહાનગરોની ખાનગી સોસાયટીઓમાં આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ગટર લાઈન, કોમન પ્લોટ તથા વરસાદી પાણીના સંગ્રહ માટેના રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામો હાથ ધરવામાં આવે છે.

1 મહાનગરપાલિકા તથા ૩ નગરપાલિકાના કામો માટે 7 કરોડ 98 લાખની ફાળવણી
આ હેતુસર મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી વડોદરા મહાનગરપાલિકાની 92 કામોની રૂ. 6,41,32,173ની રકમના કામોની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ૩૦૮ ઘરોને ગટર જોડાણ માટે રૂ. 21.56 લાખ, કડી નગરપાલિકાને પેવરબ્લોક, સી.સી. રોડ અને પાણીની પાઇપ લાઇનના 8 કામો માટે રૂ. 27.96 લાખના કામોની તેમણે અનુમતિ આપી છે. મહેસાણા નગરપાલિકાને આ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના 21 કામો માટે 1 કરોડ7 લાખ 24 હજાર રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.

ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે કરોડોની ફાળવણી
ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના આવા કામો માટે થતી કુલ રકમમાં 70 ટકા રાજ્ય સરકારની સહાય, ૨૦ ટકા સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસિપલ સભ્ય અને સોસાયટીનો ફાળો અને 10 ટકા જે તે સ્થાનિક સંસ્થાએ ફાળો આપવાનો રહે છે. રાજ્ય સરકારની 70 ટકા મુજબની સહાયમાં  પ્રતિ લાભાર્થી પરિવાર દીઠ અગાઉ વધુમાં વધુ રૂ. 25 હજારની સહાય મર્યાદા હતી તે હવે દૂર કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news