ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 
ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

અજય શીલુ/પોરબંદર :પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

બનાસકાંઠા : ચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં બીમારીથી મોત, કોરોનાને લીધે માતાપિતા દીકરીનું મોઢુ નહિ જોઈ શકે  

શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ, બોટ દેખાય તો પોલીસ અને કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે માછીમારોને જે સૂચના આપી છે તેમાં કહેવાયું છે કે, 11 થી 23 મે દરિયા કિનારે કોઈ પણ દેશ વિરોધી તત્વો દ્વારા હુમલો તથા ઘૂસણખોરી કરવામાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જિલ્લાના લેન્ડિગ પોઈન્ટે કોઈ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ, બોટ દેખાય તો પોલીસ અને કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો. દરેક બોટ કે હોડી માલિકોએ ગાર્ડ પાસેથી સામાજિક દૂરી જાળવી ટોકન લીધા બાદ માછીમારી માટે જવું તેમજ મૂવમેન્ટ બૂકમાં નોંધાયા મુજબના જ ટંડેલ-ખલાસીને માછીમારી માટે અશલ ઓળખકાર્ડ તથા તમામ જરૂરી દસ્તાવેજો સાથે મોકલવા. જો કોઈ ટંડેલ બીમાર લાગે તો માછીમારી કોવિડ 19 પેનડેમિકની માર્ગદર્શિકા મુજબ મેડિકલ સ્ક્રિનિંગ કરાવવું. કોઈ માછીમારે નો ફિશિંગ ઝોનમાં જવું નહીં. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો કોવિડ 19ની પેનડેમિકની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news