ઉત્તરના સૂસવાટાભર્યાં પવનોએ આખા ગુજરાતને બાનમાં લીધું, કાતિલ ઠંડી આવી

 સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા 5 દિવસથી ભારે હિમ વર્ષા થવાના કારણે ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વીય હવાના કારણે રાજ્યમાં પારો ગગડ્યો છે ને 18થી 22 ડિસે. વચ્ચે પારો હજુ ગગડવાની શક્યતા છે. ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યમાં હિમવર્ષા થઈ છે. 
ઉત્તરના સૂસવાટાભર્યાં પવનોએ આખા ગુજરાતને બાનમાં લીધું, કાતિલ ઠંડી આવી

ગુજરાત : સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા 5 દિવસથી ભારે હિમ વર્ષા થવાના કારણે ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વીય હવાના કારણે રાજ્યમાં પારો ગગડ્યો છે ને 18થી 22 ડિસે. વચ્ચે પારો હજુ ગગડવાની શક્યતા છે. ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યમાં હિમવર્ષા થઈ છે. 

ગુજરાતમાં સૌથી વધુ હાલત નલિસાવાસીઓની થઈ છે. જ્યાં પારો 5.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. ભૂજમાં ઠંડી 12.4 ડિગ્રી નોંધાઇ હતી. જમ્મુ-કાશ્મીર, ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષાને પગલે અને પશ્ચિમી વિક્ષોભની અસર તળે આજ પરોઢથી દેખા દેતાં જનજીવન ધ્રૂજી ઊઠયું છે. અસહ્ય ઠંડી માટે જાણીતા અબડાસાના મુખ્ય મથક નલિયામાં આજે મોસમની સૌથી વધુ ઠંડી 5.8 ડિગ્રી નોંધાઇ હતી. ભારે પવન દિવસ દરમ્યાન ચાલુ હોતાં નલિયા સહિત કચ્છભરમાં ઠાર ચાલુ રહ્યો હતો. અસહ્ય ઠંડીના પગલે જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. 

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શામળાજી સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. સમગ્ર વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સુસવાટા સાથે ઠંડા પવનથી લોકો ઠુંઠવાયા છે. તો બીજી તરફ, માવઠું થવાની ભીતિથી જિલ્લાનાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લામાં આજે ઠંડીનો પારો 14 ડીગ્રીએ પહોંચ્યો હતો. ત્યારે વહેલી સવારે ઠંડીથી બચવા લોકોએ જોગિંગ અને વોકિંગનો સહારો લેવાનું પસંદ કર્યું હતું. તેમજ યોગનો પણ સહારો લીધો હતો. મોડાસા ખાતે આવેલ કોલેજ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વડીલો સહિત વિદ્યાર્થીઓ પણ કસરત કરવા આવતા હોય છે. પણ છેલ્લા 5 દિવસથી જે ઠંડી પડી રહી છે, તેને લઇને કસરત કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

રવિવારે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ 2.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આવા ઠંડાગારમાં માહોલમાં ખુલ્લામાં પડેલુ પાણી તથા નખી લેકમાં બરદની ચાદર પથરાઈ ગઈ હતી. જોકે, અહીં સહેલાણીઓ આ માહોલને માણી રહ્યાં છે. 

જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યુ છે. લેહ માઈનસ 16 ડિગ્રી સાથે થીજી ગયુ છે, તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં માઈનસ 4.2 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ રહી હતી. કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં માઈનસ 5.6 ડિગ્રી તાપમાન રહ્યું. જે છેલ્લા ચારવર્ષનું સૌથી નીચુ તાપમાન રહ્યુ હતું. નજીકના કોકરનાગમાં માઈનસ 5.7, કુપવાડામાં માઈનસ 4.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં માઈનસ 9.3 ડિગ્રી, કારગિલમાં માઈનસ 10.8 ડિગ્રી તાપમાન રહ્યું. તો પાટનગર દિલ્હીમાં લઘુતમ 7.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. તાપમાન માઈનસમાં જતાં જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. તો કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં પણ આકરી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદના કારણે લોકોને આકરી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news