કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે ગોવાના CM પર્રિકર, આવી હાલતમાં પણ પહોંચ્યાં પુલનું નિરીક્ષણ કરવા

કેન્સર સામે જિંદગીની જંગ લડી રહેલા ગોવાના બીમાર મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રવિવારે પણજીમાં મંડોવી નદી પર બની રહેલા પુલનું નિરીક્ષણ કર્યું.

કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે ગોવાના CM પર્રિકર, આવી હાલતમાં પણ પહોંચ્યાં પુલનું નિરીક્ષણ કરવા

પણજી: કેન્સર સામે જિંદગીની જંગ લડી રહેલા ગોવાના બીમાર મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રવિવારે પણજીમાં મંડોવી નદી પર બની રહેલા પુલનું નિરીક્ષણ કર્યું. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહેલા પર્રિકરની હાલત એવી હતી કે તેમના નાકમાં ડ્રિપ પડેલી હતી અને સાથે તેમના ચાલવામાં મદદ કરતા લોકો પણ જોવા મળી રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ ત્યારબાદ અગાસેમ ગામ પાસે જુઆરી નદી પર બની રહેલા એક પુલનું પણ નિરીક્ષણ કર્યું. 

અત્રે જણાવવાનું કે દિલ્હી સ્થિત એમ્સમાંથી રજા મળ્યા બાદ લગભગ બે મહિના પછી તેઓ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યાં હતાં. પર્રિકર એમ્સમાંથી રજા મળ્યા પછી 14 ઓક્ટોબરના રોજ ગોવા પાછા આવ્યાં હતાં અને ત્યારથી તેમના ઘરે જ છે. અધિકારીઓએ જણાવ્યું કે પર્રિકર પેનક્રિયાસ સંબંધીત બીમારીથી પીડાય છે અને એમ્સથી રજા મળ્યા બાદથી પોતાના અંગત નિવાસસ્થાને જ સ્વાસ્થ્યનો લાભ લઈ રહ્યાં છે. 14 ઓક્ટોબર બાદ પહેલીવાર તેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા છે. 

મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું કે મુખ્યમંત્રી પર્રિકર પોરવોરિમથી મર્સેસ ગયા અને પુલનું નિરીક્ષણ કર્યું. મંડોવી નદી પર બનનારો આ ત્રીજો પુલ છે. આ પુલ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જાય તેવી આશા છે. પુલ પણજીને ગોવાના બાકીના સ્થળો સાથે જોડશે. 

— ANI (@ANI) December 16, 2018

મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીએ જણાવ્યું કે પર્રિકર પોતાની કારથી નીચે ઉતર્યા અને ગોવા અવસંરચના વિકાસ નિગમ અને કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની લાર્સન એન્ડ ટુબ્રોના અધિકારીઓ સાથે કામની પ્રગતિ પર વાતચીત કરી. મુખ્યમંત્રીએ ત્યારબાદ અગાસેમ ગામની પાસે જુઆરી નદી પર બની રહેલા એક પુલનું પણ નિરીક્ષણ કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news