આગામી 3 દિવસમાં ક્યાંય જતા પહેલા આ વાંચી લેજો, હવામાન ખાતાની છે આગાહી

 ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ આવી ચૂક્યો છે. ગુજરાતમાં અગામી ત્રણ દિવસમાં ભીષણ શીત લહેર આવશે અને ગુજરાત ઠંડી હવાના આગોશમાં આવી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉત્તર અને ઉત્તર પુર્વીય પવનોના લીધે રાજ્યમાં શીત લહેર ફેલાઈ જશે.
આગામી 3 દિવસમાં ક્યાંય જતા પહેલા આ વાંચી લેજો, હવામાન ખાતાની છે આગાહી

અમદાવાદ : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ આવી ચૂક્યો છે. ગુજરાતમાં અગામી ત્રણ દિવસમાં ભીષણ શીત લહેર આવશે અને ગુજરાત ઠંડી હવાના આગોશમાં આવી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉત્તર અને ઉત્તર પુર્વીય પવનોના લીધે રાજ્યમાં શીત લહેર ફેલાઈ જશે.

હાલ વર્ષના અંતે સમગ્ર ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ગુજરાતના અનેક શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આજે કચ્છ સૌરાષ્ટ્ર રાજકોટ ભાવનગરમાં શીત લહેરનો પ્રકોપ વધારે છે. ગુજરાતના કેટલાક રીઝનમાં પણ અસર જોવા મળી રહી છે. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ, સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. તો આગામી 29 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદમાં ઠંડીનું મોજુ છવાઈ ગયું છે. 

Thandi2.JPG

નલિયા              7.0
કંડલા                8.6
ગાંધીનગર        9.4
અમદાવાદ        9.3
વડોદરા           10.4
મહુવા               9.9        
રાજકોટ            8.7
ભાવનગર        12.6
સુરેન્દ્રનગર      11.5
દીવ                9.8
વલસાડ          11.1
ડીસા               10.6

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news