યૂનિવર્સલ બેઝીક પર ચર્ચા સંભવ, દરેક વ્યક્તિને સરકાર આપશે પગાર !

સરકાર તરફથી યૂનિવર્સલ બેઝીસ ઇનકમ (UBI)ને લાગુ કરવા માટે આજે કેબિનેટની બેઠક યોજાય તેવી શક્યતા છે

યૂનિવર્સલ બેઝીક પર ચર્ચા સંભવ, દરેક વ્યક્તિને સરકાર આપશે પગાર !

નવી દિલ્હી : સરકાર તરફથી યૂનિવર્સલ બેસિક ઇનકમ (UBI)ને લાગુ કરવા માટે આજે કેબિનેટની યોજાનારી બેઠકમાં ચર્ચા થઇ શકે છે. જો યુબીઆઇને કેબિનેટથી મંજુરી મળતી હોય તો સામાન્ય જનતાને 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મોટી ગીફ્ટ મળી શકે છે. યુબીઆઇને લાગુ થવા અંગે તેનો ફાયદો દેશનાં દરેક નાગરિકને મળશે. વડાપ્રધાન મોદી પોતે ગુરૂગ્રામને કેબિનેટનાં સહયોગની સાથે આ સ્કીમના મોડેલ પર ચર્ચા કરી શકે છે. હવે આ સ્કીમ દેશનાં કેટલાક રાજ્યોમાં ચાલી રહી છે. સુત્રોનું કહેવું છે કે દેશનાં કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે ચાલી રહેલા આ યોજનાનાં મોડેલ પર કેબિનેટ ચર્ચા કરી શકે છે. 

કામચલાઉ બજેટમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા
કેબિનેટની બેઠકમાં આ અંગે પણ ચર્ચા હોઇ શકે છે કે આખરે સ્કીમને ક્યારે અને કઇ રીતે લાગુ કરવામાં આવે. સરકાર દ્વારા કામચલાઉ બજેટ દરમિયાન તેની રજુઆત કરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર ચૂંટણી પહેલા આ અંગે જાહેરાત કરી શકે છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી પાસે પણ ખેડૂતો માટે આ સ્કીમ અંગે માહિતી માંગવામાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત તમામ મંત્રાલયો પાસે પણ આ અંગે ભલામણો મંગાવાઇ છે કે સ્કીમને માત્ર ખેડૂતો માટે લાગુ કરવામાં આવે કે પછી કઇ રીતે તમામ પ્રકારનાં બેરોજગાર ખેડૂતોને તેનાં વર્તુળમાં લાવવામાં આવે.તેના માટે સરકાર એક પેનલની રચના પણ કરી શકે છે. 

શું છે યુનિવર્સલ બેઝીક ઇનકમ
જો સરકાર તરપતી યૂનિવર્સલ બેઝીક ઇનકમ (UBI) સ્કીમની ભેટ સામાન્ય પ્રજાને આપવામાં આવે છે તો તેમાં દેશનાં દરેક નાગરિકના ખાતામાં બિનશર્તી એક નિશ્ચિત રકમ નાખવામાં આવશે. તેનાથી તેમને માળખાગત જરૂરિયાત પુરૂ કરવામાં મદદ મળશે. સરકાર આ સ્કીમ પર બે વર્ષથી કામ કરી રહી છે. દેશનાં 20 કરોડ લોકોને આ સ્કીમમાં સમાવિષ્ટ કરે તેવી શક્યતા છે. નાણામંત્રી અરૂણ જેટલી ફેબ્રુઆરી 2019ના કામચલાઉ બજેટમાં યૂનિવર્સલ બેઝીક ઇનકમ સ્કીમની જાહેરાત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news