અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં હરાવવા કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યાં ભૂવાના શરણે, જુઓ વાઈરલ VIDEO

રઘુ દેસાઈનો જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જીત માટે કોઈ ભૂવાના શરણે પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. 

અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં હરાવવા કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યાં ભૂવાના શરણે, જુઓ વાઈરલ VIDEO

પ્રેમલ ત્રિવેદી, પાટણ: ગુજરાત રાજ્યની 6 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી ઢૂંકડી  છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. 21મી ઓક્ટોબરે આ 6 બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેનું પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થશે. જેમાની એક બેઠક છે પાટણ. આ બેઠક પરથી અગાઉ અલ્પેશ ઠાકોર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જતા રાજીનામું આપ્યું અને બેઠક ખાલી પડતા પેટાચૂંટણી થઈ રહી છે. આ વખતે અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રઘુ દેસાઈનો જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જીત માટે કોઈ ભૂવાના શરણે પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. 

જુઓ VIDEO

રઘુ દેસાઈ પાટણ બેઠક માટે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે તેમની સામે મેદાનમાં છે ભાજપના અલ્પેશ ઠાકોર. મેલડીના કોઈ ભૂવાની શરણે તેઓ  જીત માટે ગયેલા જોવા મળી રહ્યાં છે. ભગત ભૂવા અને ડાકલા વચ્ચે કોંગ્રેસ આવે છે ગુજરાતમાંની ઘૂન ગાજેલી જોવા મળી. ભૂવો કહે છે કે રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો. રઘુએ 16 વર્ષનો વનવાસ ભોગવ્યો. રઘુના 16 વર્ષનો વનવાસનો બદલોના આપુ  તો હું મેલડી નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news