ગુજરાત ન્યૂઝ

હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. અને 40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાઇ શકે છે. આ આગાહી સાંગોપાંગ સાચી ઠરી હતી. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.
Apr 19, 2021, 11:45 PM IST
રાજકોટમાં સોની પરિવારે PSI ને બાનમાં લીધા, પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો
પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા માટે ક્રાઇમબ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે સોની પરિવારે હાઇવોલ્ટેજ ડ્રામા ખડો કર્યો હતો. સોની પરિવારે PSI સુમરા સાખરા અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા. ત્યાર બાદ પોલીસનો સોની પરિવારના ઘર બહાર ખડકલો કરી દેવાયો હતો. પોલીસ ફોર્સ મોટા પ્રમાણમાં આવી જવા છતા સોની પરિવારે પોલીસ સાથે જપાજપી કરી હતી. જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
Apr 19, 2021, 11:10 PM IST
RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો હરખાઇ જવાની જરૂર નથી, જાણી લો ચોંકાવનારો ઘટસ્ફોટ
સહિત ગુજરાતમાં કોરોના હવે બેકાબુ બની રહ્યો છે. સંક્રમણ એટલી હદે ફેલાઇ રહ્યું છે કે, હોસ્પિટલોમાં જગ્યા નથી. લોકો સારવાર માટે તડપી રહ્યા છે. તેવામાં ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ પેદા થઇ છે. RT-PCR રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું રહેતું હોય તો બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. આ પ્રકારનાં લક્ષણો હોય તો તત્કાલ તબીબોની સલાહ લેવા માટે સરકાર દ્વારા સુચન અપાઇ છે.
Apr 19, 2021, 10:51 PM IST
ગુજરાતમાં લોકડાઉન થવું જોઇએ કે નહી? ગુજરાતનાં ત્રણ દિગ્ગજ નેતાઓ શું કહી રહ્યા છે?
ગુજરાતમાં લૉકડાઉન અંગે મુખ્યમંત્રી શું માની રહ્યા છે?
Apr 19, 2021, 10:12 PM IST
કેન્દ્રનાં નિર્ણય બાદ 18 વર્ષથી મોટા તમામ લોકોને વેક્સિન આપવા CM વિજય રૂપાણીની સુચના
ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના અપાઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ પગલાને ખુબ જ આવકાર્ય ગણાવ્યું હતું. કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ હતી.
Apr 19, 2021, 09:50 PM IST
AHMEDABAD: સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ કરાયો
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ દર્દીઓના સ્વજનોને જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા તાકીદ કરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
Apr 19, 2021, 09:43 PM IST
ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે જોડાશે 150 નવી એમ્બ્યુલન્સ, તત્કાલ ડિલિવરી માટે કંપનીઓ સાથે ચર્ચા
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ બનતી જઇ રહી છે. તેવામાં સરકાર દ્વારા અલગ અલગ પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે હોસ્પિટલો બાદ એમ્બ્યુલન્સની સુવિધા સુધારવા માટે સરકાર દ્વારા બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત કોરોનાકાળમાં દર્દીઓની સેવા માટે નવી 150 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરીદવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Apr 19, 2021, 09:23 PM IST
Gujarat માં થથરાવતો આંકડો, જેટલા સાજા થાય છે તેના કરતા ત્રણ ગણા સંક્રમિત થાય છે
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 11,403 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 4179 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,41,724 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 82.15 ટકાએ પહોંચ્યો છે.
Apr 19, 2021, 07:51 PM IST
VADODARA: વ્હોટ્સએપ પર યુવકે બાજુ વાળા ભાભીને HI ભાભીજી મેસેજ કર્યો અને પછી...
શહેરમાં એક યુવકે તેના મિત્રની પત્નીના મોબાઈલ પર HI લખી ને મેસેજ મોકલતા તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના પતિએ ભાઈ તેમજ પિતા સાથે મળીને માત્ર શંકાના આધારે મીત્રને મોતને ઘાટ ઉતારી દીધો. વડોદરા શહેરના જલારામ નગર ખાતે રહેતો કૌશિક પરમાર તેની પત્ની સાથે મોબાઈલ સિમ કાર્ડ અપગ્રેડ કરાવવા માટે ગયો હતો. દરમિયાન પત્નીના મોબાઈલમાં નજીકમાં રહેતા કમલેશ માળી નામના યુવાનના HI લખેલા ઉપરાછાપરી ત્રણ મેસેજ આવ્યા હતા. જેથી કૌશિક તેના ભાઈ તેમજ પિતા સાથે કમલેશના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, પરંતુ ઉગ્ર બોલાચાલી થતા કૌશિકે આવેશમાં આવીને ભાઈ તેમજ પિતા સાથે મળીને કમલેશ માળી પર ઉપરાછાપરી છરીના ઘા ઝીકી
Apr 19, 2021, 07:35 PM IST
Dy.CMની RTPCR ટેસ્ટની કિંમત અંગે મોટી જાહેરાત, લોકડાઉન અંગે આપ્યો ગોળગોળ જવાબ
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. 1 કરોડ 59 લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારે આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ ખુબ જ મોટી સંખ્યામાં નાગિરકોની જ્યારે ઇચ્છા થાય ત્યારે સરકારી આયોજન અનુસાર કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે કરવામાં આવ્યું છે. સરકારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Apr 19, 2021, 06:13 PM IST
ગુજરાતમાં લોકડાઉન થશે કે નહી થાય? આ દિગ્ગજ નેતાનો જવાબ સાંભળી તમે બધુ જ સમજી જશો
સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં છે. એક પછી એક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યા છે તેવામાં ગુજરાતમાં પણ લોકડાઉન થાય તેવી શક્યતાઓ કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. અસ્પષ્ટ રીતે સુત્રોના હવાલાથી આ પ્રકારનાં સમાચારો આવી રહ્યા છે. જેમાં લોકડાઉનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આજે વેક્સિન લેવા માટે એપોલો હોસ્પિટલ આવેલા સી.આર પાટીલે આ તમામ પ્રકારની અટકળો પર પર્ણ વિરામ લગાવી દીધો હતો.
Apr 19, 2021, 05:29 PM IST
Himatnagar માં મહિલાએ સાતમે માળથી માર્યો કૂદકો, આપઘાત પાછળનું કારણ અકબંધ
હિંમતનગર જિલ્લા પોલિસ વડા કચેરી સામે મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 108 દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. હિંમતનગર બી ડીવીઝન અને ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
Apr 19, 2021, 05:09 PM IST
રાજકોટમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા પ્લાઝનું કરે છે દાન
* વેક્સીનથી નહીં,કોરોના થવાથી આવતા એન્ટીબોડીનું થઈ શકે છે દાન * કોરોનાથી યુવાનો ઝપટે પણ તેમાં પોઝીટીવ બાબત એ કે એન્ટીબોડીનું પ્રમાણ વધી ગયું!
Apr 19, 2021, 04:42 PM IST
કોરોનાના પ્રથમ વેવમાં બચીને રહેલા અમરેલીના એક સાથે 12 ગામો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોઇ પણ ગામ કે શહેર એવું નથી જ્યાં કોરોનાનો હાહાકાર ન હોય. પરંતુ જ્યારે કોરોનાનો પ્રથમ વેવ આવ્યો ત્યારે કોરોનાથી બચવામાં ખુબ જ સફળ રહેલા અમરેલીના વહીવટી તંત્રના સરકારે પણ વખાણ કર્યા હતા. જો કે બીજા વેવમાં વહીવટી તંત્રની તમામ કામગીરી કોરોનાના બીજા વેવ સામે નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોનામાં પણ બીજા વેવમાં કોરોનાના ખુબ જ મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે સ્થિતી ખુબ જ વિપરિત બની છે.
Apr 19, 2021, 04:32 PM IST
Rajkot માં કોરોના બેડ ખુટી પડતા રાષ્ટ્રીય શાળામાં શરૂ કરાઈ ખાનગી કોવિડ હોસ્પિટલ
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રીની ચળવળ માટે અસહકારનાં આંદોલન સમયે ઇ.સ 1921માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી
Apr 19, 2021, 04:12 PM IST
ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ
કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે
Apr 19, 2021, 03:38 PM IST
દિલ્હીને પગલે ગુજરાતમાં લોકડાઉનના ભણકારા વાગ્યા, આજે મુખ્યમંત્રી લેશે નિર્ણય
દિલ્હીમાં આજથી એક અઠવાડિયાનુ લોકડાઉન (delhi lokdown) લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ હદ કરતા પણ બદતર છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે. આવામાં ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ચેમ્બર સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીસીસીઆઈ અને રીજનલ ચેમ્બર સાથે લોકડાઉન (gujarat lockdown) ની સ્થિતિ અને જરૂરિયાત અંગે માહિતી મેળવશે.
Apr 19, 2021, 03:27 PM IST
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પીવાના પાણીના પણ ફાફા, કોરોના દર્દીએ વીડિયો બનાવીને જુઓ શું કહ્યું?
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાની વાત મહિલા દર્દીએ વીડિયોમાં કહી અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ હાલ સૌથી ખરાબ છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો અને અંદર દર્દીઓનો ભરાવો. આવામાં સિવિલ હોસ્પિટલની બદહાલીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો (viral video) માં કોરોના દર્દીએ પોતાની વેદના વ્યક્ત કરી છે કે, હોસ્પિટલમાં તેમને પીવાનું પાણી પણ આપવામાં નથી આવી રહ્યું.
Apr 19, 2021, 02:56 PM IST
જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા ગુજરાતી યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો
મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા 7 મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે
Apr 19, 2021, 02:55 PM IST
રેલવેનો મોટો નિર્ણય, કેન્સલ થઈ ગુજરાતમાંથી પસાર થતી આ ટ્રેનો
ગુજરાતની રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી
Apr 19, 2021, 02:06 PM IST