કોંગ્રેસના કયા દિગ્ગજ ધારાસભ્યએ કહ્યું કે, 'મને પાર્ટી ટિકિટ આપે તો હું હજી ચાર વખત ચૂંટણી લડવા તૈયાર'

દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, 100 વર્ષની ઉંમર બાદ પણ ચૂંટણી લડશે. સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

કોંગ્રેસના કયા દિગ્ગજ ધારાસભ્યએ કહ્યું કે, 'મને પાર્ટી ટિકિટ આપે તો હું હજી ચાર વખત ચૂંટણી લડવા તૈયાર'

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક સમાજ પ્રત્યે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે બેઠકો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રામ યોજાયો હતો. દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે એક ચૂંટણીલક્ષી નિવેદન આપ્યું હતું.

દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, 100 વર્ષની ઉંમર બાદ પણ ચૂંટણી લડશે. સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો હજુ 4 વખત ચૂંટણી લડીશ. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. હું મંત્રી બનીને તમારી વચ્ચે ફરી આવીશ.

બનાસકાંઠાના દિયોદરમાં વાતમ ગામે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ બાપુએ અલગ પાર્ટી બનાવી પણ કોઈ જીતી ન શક્યું એટલે આમ આદમી ગમે તેવી વાતો કરે પણ જીતી નહિ શકે.

આ પણ વીડિયો જુઓ:-

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને જ લોકો મત આપે છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે અને આવે જ છે અને હું મંત્રી બનીશ તમારા બધાની વચ્ચે અહીં ફરી આવીશ. મને કોંગ્રેસ પાર્ટી ટીકીટ આપે તો હું હજી ચાર વખત ચૂંટણી લડવા તૈયાર છું. મારી ઉંમર હજી સો વર્ષથી વધારે હોય તો પણ હું ચૂંટણી લડીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news