Twitter ના માલિક બનતા એલન મસ્કનો મોટો ધમાકો, લોન્ચ કર્યું પહેલું ખાસ ફીચર

New Feature: ટ્વિટરનો કાર્યભાર મળતા એલન મસ્કે ધમાકો કર્યો છે અને પ્લેટફોર્મ માટે એક નવું ફીચર શરૂ કર્યું છે. આ ફીચર યૂઝર્સને એક નવી સુવિધા આપશે જે તેને ખુબ પસંદ આવશે.

Twitter ના માલિક બનતા એલન મસ્કનો મોટો ધમાકો, લોન્ચ કર્યું પહેલું ખાસ ફીચર

નવી દિલ્હીઃ Twitter Downvote Feature: Twitter હવે સંપૂર્ણ રીતે Elon Musk નું થઈ ચુક્યું છે અને પરાગ અગ્રવાલને કંપનીના સીઈઓ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આટલા મોટી કાયાપલટ બાદ ટ્વિટરમાં એક મોટો ફેરફાર જોવા મળશે, જે એક ફીચર તરીકે કરવામાં આવ્યો છે. ટ્વિટર યૂઝર્સને હવે એક ખા સ ફીચર મળવા જઈ રહ્યું છે, જેની મદદથી તેને એક ખાસ સુવિધા મળશે. 

ક્યું છે ટ્વિટરનું નવું ફીચર
તમને જણાવી દઈએ કે ટ્વિટર પર હવે યૂઝર્સને એક નવુ ફીચર જોવા મળશે, જેને ડાઉનવોટ નામ આપવામાં આવ્યું છે. જો તમને નામતી આ ફીચરને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમે કન્ફ્યૂઝ થઈ જશો કારણ કે ડાઉન વોટ ફીચરનું નામ સાંભળતા તમને લાગશે કે આ યૂટ્યૂબ પર મળનાર ડિસલાઇક બટનની જેમ હશે પરંતુ હકીકતમાં તેવું નથી. તમે પહેલા જોયુ હશે કે જ્યારે તમે ટ્વીટ કરો છો તો ઘણીવાર તેના પર લોકો અપમાનજક ટિપ્પણીઓ કરે છે અને આ વાતથી ઘણા યૂઝર્સને સમસ્યા પણ થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે નવુ ડાઉન વોટ ફીચર ઉતરવામાં આવ્યું છે. ફીચર આવ્યા બાદ યૂઝર્સે હવે અભદ્ર ટિપ્પણીઓ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો પડશે નહીં. 

શું છે તેની ખાસિયત
જો વાત કરીએ ફીચરની તો તેની ખાસિયત છે કે તમને કોઈ વ્યક્તિનું ટ્વીટ પસંદ આવતું નથી તો તેના પર તમે ડાઉનલોડ કરી શકો છો. આ ફીચર પોસ્ટના રિપ્લાય માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે, જે કોઈનું અપમાન નહીં કરે અને ન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. તમે જોયુ હશે કે તમામ ટ્વિટર પોસ્ટ પર યૂઝર્સ ગમે તેવી કોમેન્ટ કરે છે અને ઘણીવાર ભાષા એટલી ખરાબ હોય છે કે ટ્વીટ કરનાર વ્યક્તિની મુશ્કેલી વધી જાય છે. આ વાતને ધ્યાનમાં રાખતા આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેનાથી ઘણા યૂઝર્સને ફાયદો થશે ખાસ કરીને વેરિફાઈડ યૂઝર્સને તેનાથી ખુબ મદદ મળવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news