કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટેની ગ્રાન્ટમાં કર્યો ગોટાળો! ના તો અશ્વ આવ્યા, ના તો અશ્વનો ઘાસચારો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોઈ કોઈ વિવાદ સામે ન આવે તેવું બની ન શકે. કારણ કે આ યુનિવર્સિટી વિવાદોનું બીજુ નામ બની ગઈ છે. કાઠિયાવાડી નસલના અશ્વોની દેશમાં ખુબ જ માગ રહે છે. આ નસલના અશ્વો દેશમાં એક અલગ છાપ ધરાવે છે.

 કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટેની ગ્રાન્ટમાં કર્યો ગોટાળો! ના તો અશ્વ આવ્યા, ના તો અશ્વનો ઘાસચારો

ઝી બ્યુરો/રાજકોટ: વિવાદનું બીજુ નામ બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે ઘોડાના પર સંશોધન માટે ફાળવાયેલી ગ્રાન્ટનો વિવાદ સામે આવ્યો છે. RTIમાં થયેલા ખુલાસાને કારણે ફરી એકવાર યુનિવર્સિટીના સત્તાધીશો સામે આંગળી ચિંધાઈ છે. શું છે આ નવો ઘોડા વિવાદ?

  • વિવાદોનું બીજુ નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ 
  • અશ્વો માટે બાંધકામ તો કર્યું પરંતુ એક પણ અશ્વ આવ્યો નથી
  • શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યું મોટું કૌભાંડ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોઈ કોઈ વિવાદ સામે ન આવે તેવું બની ન શકે. કારણ કે આ યુનિવર્સિટી વિવાદોનું બીજુ નામ બની ગઈ છે. કાઠિયાવાડી નસલના અશ્વોની દેશમાં ખુબ જ માગ રહે છે. આ નસલના અશ્વો દેશમાં એક અલગ છાપ ધરાવે છે. ત્યારે આ જ અશ્વો પર સંશોધન માટે અને ઐતિહાસિક બાબત જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2010-11માં ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને કાઠિયાવાડી અશ્વો પર સંશોધન માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. 

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 50.65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી 20 લાખ જેટલો ખર્ચ કરીને યુનિવર્સિટીએ તબેલો બનાવ્યો. પરંતુ ત્યારપછીનું જે કામ કરવાનું હતું તેમાં કંઈ જ કર્યું નથી. એટલે કે ન તો અશ્વો આવ્યા, નતો અશ્વો માટેનું ઘાસ આવ્યું...અને ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ કહેવાતો આ આખો પ્રોજેક્ટ કોરાણે મુકાઈ ગયો અને આ ખુલાસો એક RTIમાં થયો છે. 

શું સામે આવ્યો વધુ એક વિવાદ?

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2010-11માં ગ્રાન્ટ આપવામાં આવી હતી
  • કાઠિયાવાડી અશ્વો પર સંશોધન માટે પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો
  • તત્કાલિન મુખ્યમંત્રીના પ્રયાસોથી 50.65 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી
  • 20 લાખ જેટલો ખર્ચ કરીને યુનિવર્સિટીએ તબેલો બનાવ્યો
  • જે કામ કરવાનું હતું તેમાં કંઈ જ કર્યું નથી

યુનિવર્સિટીના સત્તાધીશો 20 લાખ રૂપિયામાં તબેલો બનાવ્યો, પરંતુ ત્યારપછી જે સંશોધન કરવાનું હતું તે ક્યારેય આગળ ન વધાર્યું. જો યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટમાં આગળ વધી હોત તો આજે હોર્સ રાઈડિંગનો ડિપ્લોમા કોર્ષ થઈ શક્યો હોત. અને દેશ અને વિદેશમાં કાઠિયાવાડી અશ્વોની એક અલગ ડિમાન્ડ ઉભી થઈ શક્તી હતી. પરંતુ યુનિવર્સિટીના સત્તાધિશોના પાપે આખો પ્રોજેક્ટ રફેદફે થઈ ગયો.

રાજ્ય સરકારના પશુપાલન વિભાગે 50 લાખની ગ્રાન્ટ તો ફાળવી હતી પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ યોગ્ય કામગીરી ન કરતા બાકીની 30 લાખની ગ્રાન્ટ પરત આપી દેવી પડી. ત્યારે આ મામલે કોંગ્રેસે  ફરી આ સંશોધનને આગળ વધારવાની માગ ઉઠી છે. બીજી તરફ આ મામલે જ્યારે યુનિવર્સિટીને પૂછવામાં આવ્યું તો યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જે કામ સોંપાયું હતું તે ન કરી શક્તા યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના બચાવમાં જાતભાતના બહાના કાઢતા જોવા મળ્યા. 

  • વિવાદનું બીજુ નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી!
  • યુનિવર્સિટીને ફાળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ નહીં
  • કાઠિયાવાડી અશ્વ પર સંશોધન માટે અપાઈ હતી ગ્રાન્ટ 
  • ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવ્યો 
  • 50 લાખની ગ્રાન્ટમાં માત્ર અશ્વનો તબેલો બન્યો 
  • નતો અશ્વ આવ્યા, નતો અશ્વનો ઘાસચારો આવ્યો

અશ્વ સંશોધન પર યુનિવર્સિટીના સત્તાધીશોએ કૌભાંડ પણ કર્યું હોવાનો આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યું છે. ત્યારે આ મામલે જો તપાસ થાય તો કંઈ બહાર નીકળી શકે છે. અવાર નવાર વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ સામે આવતા તે ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની શાન અને દેશમાં જેની અલગ ઓળખ છે તે કાઠિયાવાડી અશ્વો પર આગળ શું થાય છે તે જોવું રહ્યું....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news