શેર બજારમાં ભૂકંપ વચ્ચે આ 2 રૂપિયાના શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો થઈ ગયા ખુશ

આ કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 58.78 ટકા ભાગીદારી પ્રમોટરોની પાસે છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 41.22 ટકા છે. કંપનીના 10 વ્યક્તિગત પ્રમોટર્સ છે. 
 

શેર બજારમાં ભૂકંપ વચ્ચે આ 2 રૂપિયાના શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો થઈ ગયા ખુશ

Amin Tannery Ltd share: બજારમાં હાહાકાર વચ્ચે બુધવારે કેટલાક પેની સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી. આવો એક પેની શેર એમીન ટેનરી લિમિટેડનો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે આ શેર 5 ટકા વધી 2.31 રૂપિયા પર બંધ થયો છે. આ તેજી એટલા માટે મહત્વની છે કે બુધવારે શેર બજારમાં  કડાકો થયો હતો. 

શેરનું પરફોર્મંસ
ચામડા અને ચામડા ઉત્પાદનો સાથે જોડાયેલી એમીન ટેનરી લિમિટેડના શેર મંગળવારે 2.20 રૂપિયા પર બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન આ શેર 2.31 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. 12 જાન્યુઆરીએ આ શેરની કિંમત 3.09 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે. નોંધનીય છે કે શેર એક સપ્તાહમાં 18 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. 

શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો 58.78 ટકા ભાગીદારી પ્રમોટરોની પાસે છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 41.22 ટકા છે. કંપનીના 10 વ્યક્તિગત પ્રમોટર્સ છે. તેમાં ઇફ્તિખારૂલ અમીનની પાસે 90,80,432 શેર કે 8.41 ટકા ભાગીદારી છે. ઇકબાલ અહસાન પાસે 91,42,502 શેર કે 8.47 ટકા ભાગીદારી છે. 

કંપની વિશે
એમીન ટેનરી લિમિટેડ 9 એપ્રિલ 1946માં અસ્તિત્વમાં આવી જ્યારે કાનપુરમાં એક ચામડાના કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીએ પોતાના કારોબારનો વિસ્તાર કર્યો છે. કંપની ચામડાના શૂઝ અને ચપ્પલ બનાવવાનું કામ કરે છે.

શેર બજારની સ્થિતિ
સ્થાનીક શેર બજારમાં બુધવારે મોટો ઘટાડો થયો હતો. બીએસઈ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 73000ની સપાટીથી નીચે આવી ગયો હતો. ત્રીસ શેર પર આધારિત સેન્સેક્સ 906.07 પોઈન્ટ એટલે કે 1.23 ટકાના ઘટાડા સાથે 72761.89 પોઈન્ટ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન એક સમયે 1152.25 પોઈન્ટનો ઘટાડો થઈ ગયો હતો. 50 શેર પર આધારિત નિફ્ટી 338 પોઈન્ટના ઘટાડા સાથે 21997.70 પોઈન્ટ પર બંધ થયો હતો. 

નોંધઃ આ રોકાણની સલાહ નથી. માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news