કોરોના કે નિયમ નેતાઓને નથી નડતા? મેયર બીજલ પટેલના દિયરની દુકાન રાત્રી કર્ફ્યૂમાં પણ ધમધમે છે

હાલમાં જ પેટા ચૂંટણી સમયે જે પ્રકારે વિવિધ પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શનનાં નામે તાયફાઓ કરવામાં આવ્યા તેના પરથી ગુજરાતની પ્રજા એટલું જાણતી તો થઇ જ ગઇ છે કે નિયમો માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવેલા છે. જો કોઇ નેતા કે તેના ઓળખીતા હોય તો તેને કોઇ નિયમ પણ નથી નડતો અને તેમને કોરોના પણ નથી થતો. 

કોરોના કે નિયમ નેતાઓને નથી નડતા? મેયર બીજલ પટેલના દિયરની દુકાન રાત્રી કર્ફ્યૂમાં પણ ધમધમે છે

મૌલિક ધામેચા/અમદાવાદ : હાલમાં જ પેટા ચૂંટણી સમયે જે પ્રકારે વિવિધ પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શનનાં નામે તાયફાઓ કરવામાં આવ્યા તેના પરથી ગુજરાતની પ્રજા એટલું જાણતી તો થઇ જ ગઇ છે કે નિયમો માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવેલા છે. જો કોઇ નેતા કે તેના ઓળખીતા હોય તો તેને કોઇ નિયમ પણ નથી નડતો અને તેમને કોરોના પણ નથી થતો. 

રાત્રી કર્ફ્યૂનાં કારણે મહાનગરોનાં સેંકડો લોકોનાં ધંધા રોજગાર પર અસર પડી છે. રાત્રી સ્ટોલ ચલાવતા અને પોતાનું ગુજરાન ચલાવતા લોકોનાં પેટ પર પાટુ વાગી છે. જો કે આ નિયમો સામાન્ય માણસને જ લાગુ પડે છે. રાત્રી લોકડાઉન હોવા છતા પણ અમદાવાદના મેયર બિજલ પટેલનાં દિયરનો ચા નાસ્તાનો સ્ટોલ આખી રાત ચાલે છે. પોલીસ પણ અહીં ફરકતી નથી. 

મેયર બીજલ પટેલનાં દિયર પ્રતિક પોચીયા પાલડી ગામમાં ચા નાસ્તાનો સ્ટોલ ચલાવે છે. રાત્રી કર્ફ્યૂ હોવા છતા પણ આ સ્ટોલ ન માત્ર ખુલ્લો રહે છે પરંતુ અહીં મોટા પ્રમાણમાં ભીડ પણ એકત્રિત થાય છે. આખી રાત ધમધમતી આ દુકાનમાં પોલીસ કર્ફ્યૂનુ પાલન કરાવવા માટે ફરકતી પણ નથી. જો કોઇ એકલ દોકલ રાત્રે ઝડપાઇ જાય તો તેની સામે કાયદાનો રોફ ઝાડતી પોલીસ જ્યારે વાત નેતાની કે વગદારની આવે ત્યારે પુછડી પટપટાવતી થઇ જાય છે. તેનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. જો કે આ બાબતે મીડિયા સહિત સોશિયલ મીડિયામાં બહાર આવ્યા બાદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા પ્રતીક પટેલની ધરપકડ કરીને કોરોના ગાઇડ લાઇનનાં નિયમ ભંગ બદલ ફરિયાદ દાખલ કરી છે. \

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news