કિસાન આંદોલનથી બ્રિટન-કેનેડામાં ભારતીય દૂતાવાસોને ખતરો! લંડનમાં વધી સુરક્ષા

Farmers Protest Latest Updates: ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનની ગુંજ હવે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં પણ સંભળાવા લાગી છે. મોટી સંખ્યામાં શીખ અને બીજા સમુદાયના લોકો કિસાનોના સમર્થનમાં ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરી રહ્યાં છે. 


 

કિસાન આંદોલનથી બ્રિટન-કેનેડામાં ભારતીય દૂતાવાસોને ખતરો! લંડનમાં વધી સુરક્ષા

લંડનઃ ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનની ગુંજ હવે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં પણ સંભળાવા લાગી છે. મોટી સંખ્યામાં શીખ અને બીજા સમુદાયના લોકો કિસાનોના સમર્થનમાં ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરી રહ્યાં છે. આ કારણે આ દેશોમાં ભારતીય મિશનોની સુરક્ષાનો ખતરો વધી ગયો છે. વિદેશ મંત્રાલયની વિનંતી પર રવિવારે લંડન પોલીસે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દીધી છે. અહીં સ્કોર્ટલેન્ડ યાર્ડની વધારાની ટૂકડીને તૈનાત કરવામાં આવી છે.

બ્રિટિશ સાંસદોએ કિસાન કાયદાનો કર્યો હતો વિરોધ
બે દિવસ પહેલા 36 બ્રિટિશ સાંસદોએ ભારતના કિસાન કાયદાના વિરોધમાં બ્રિટનના વિદેશ સચિવને પત્ર લખ્યો હતો. તેમાં પંજાબી મૂળના લેબર પાર્ટીના સાંસદો સિવાય પાકિસ્તાની અને બ્રિટિશ મૂળના સાંસદો પણ સામેલ હતા. તેમણે બ્રિટિશ સરકારને ભારતની સામે આ ત્રણ કાયદાની વિરુદ્ધ વિરોધ નોંધાવવાની માગ કરી હતી. પરંતુ બ્રિટિશ સરકાર તરફથી આ પત્ર પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. 

અમેરિકામાં રસ્તા પર ઉતર્યા શીખ સમુદાયના લોકો
ભારતીય કિસાનોના સમર્થનમાં અમેરિકાના ઘણા શહેરોમાં હજારો શીખોએ શાંતિપૂર્વર વિરોધ રેલી કાઢી હતી. કેલિફોર્નિયાના વિભિન્ન ભાગમાં પ્રદર્શનકારીઓએ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ તરફ વધનારી કારોના મોટા કાફલાએ શનિવારે વે બ્રિજ પર અવર-જવરને પ્રભાવિત કરી હતી. આ સિવાય ઘણા પ્રદર્શનકારી ઇન્ડિયાનાપોલિસમાં ભેગા થયા હતા. તેના એક દિવસ પહેલા શિકાગોમાં શીખ-અમેરિકી સમુદાયના લોકો એકત્ર થયા અને વોશિંગટન ડીસીમાં ભારતીય દૂતાવાસની સામે વિરોધ રેલી કાઢી હતી. 

— ANI (@ANI) December 6, 2020

કેનેડામાં પણ સતત વિરોધ પ્રદર્શન
કેનેડામાં પણ કિસાન આંદોલનને લઈને રેલીઓ થઈ રહી છે. મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ટોરેન્ટો સહિત મુખ્ય શહેરોમાં કિસાન આંદોલનના સમર્થનમાં રેલી કરી રહ્યાં છે. ત્યારબાદ કેનેડામાં ભારતીય મિશને વધારાની સુરક્ષાની માગ કરી છે. ખાલિસ્તાની અને પાકિસ્તાની તત્વોના ભારતીય ઉચ્ચાયોગની બહાર વિરોધ પ્રદર્શનને જોતા આ માગ કરવામાં આવી છે. ભારતમાં કૃષિ કાયદાનો વિરોધ થવાની સાથે કેનેડાના ઓટાવામાં ભારતીય એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. તેના પરિસરમાં રહેતા લોકોના મનમાં ડર ઉભો થઈ ગયો છે. 

જબરી ઘટના...પહેલા તો સહકર્મીને ચોડી દીધુ તસતસતું ચુંબન, પછી એવું બોલ્યો કે બધાના હોશ ઉડી ગયા

11 દિવસથી ચાલી રહ્યું છે પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોના કિસાન ભારત સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર છેલ્લા 11 દિવસથી છે. સરકાર સાથે ઘણા રાઉન્ડની વાતચીત બાદ પણ કાયદાને લઈ કોઈ સમાધાન થયું નથી. કિસાનોની સાથે હવે સરકાર 9 ડિસેમ્બરે વાતચીત કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news