પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ

લોકડાઉન વચ્ચે માસ્ક ફરજિયાત થતા અમદાવાદ શહેર હવે કાર્યવાહી કરશે. ત્યારે તાજેતરમાં શરૂ કરાયેલ વોટ્સએપ નંબરમાં પણ લોકડાઉન ભંગની અનેક ફરિયાદ બાદ પોલીસ સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે.

પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ

મૌલિક ધામેચા, અમદાવાદ: લોકડાઉન વચ્ચે માસ્ક ફરજિયાત થતા અમદાવાદ શહેર હવે કાર્યવાહી કરશે. ત્યારે તાજેતરમાં શરૂ કરાયેલ વોટ્સએપ નંબરમાં પણ લોકડાઉન ભંગની અનેક ફરિયાદ બાદ પોલીસ સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે. અત્યાર સુધી માં પોલીસે 2900 ગુના નોંધી ને 7900 લોકોની કરી ધરપકડ છે. લોકડાઉન વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન માસ્ક ફરજિયાત થતા પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરશે.

આ દરમિયાન  કાલુપુર પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં દહેશત ફેલાઈ છે. સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં રહેતી પોલીસની સુરક્ષાને લઈને પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝર ટનલ અને સેનેટાઈઝર મોબાઈલ વાન દ્વારા સુરક્ષિત કરશે. બીજી તરફ પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનો ને પણ સેનેટાઈઝ કરાઇ રહ્યા છે.

અમદાવાદ પોલીસ વોટ્સએપ નબર જાહેર કર્યા બાદ અનેક ફોટો અને વિડિયો સામે આવ્યા છે. પોલીસે લોકડાઉનનો ઉલ્લંઘન કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં. પોલીસે સિનિયર સીટીઝન માટે એપ્લિકેશન આપી છે જેનાથી તેઓને મદદ મળી રહે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news