એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહની જામીન અરજી કોર્ટે ફગાવી

લાંચ કેસમાં સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહ હાલ ફરજ પરથી મોકુફ  છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Jun 12, 2018, 11:23 PM IST
 એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ એલજી હોસ્પિટલના ફરજ મોકુફ સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહને વધુ એક ફટકો પડ્યો છે. રૂપીયા 40 હજારની લાંચ કેસમાં આર.સી.શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલી વચગાળાની રાહત પણ કોર્ટે રદ્દ કરી છે. આર.સી.શાહ પર સાઇન બોર્ડના બીલ પાસ કરાવવા માટે રૂપિયા 40 હજારની લાંચ માંગી હોવાનો આરોપ છે. જો કે કોર્ટે અગોતરા જામીન રદ્દ કરતા હવે એસીબીએ આર.સી.શાહની ધરપકડ માટે કવાયત શરૂ કરી  છે.

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close