ચૂંટણી કાર્ડમાં સુધારો કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક પર ક્લિક ના કરતા, આ રીતે ફસાશો

લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક પર ક્લિક કરીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. સાયબર ગઠીયાઓએ ઠગાઈનો નવો કિમીયો શોધ્યો છે.

ચૂંટણી કાર્ડમાં સુધારો કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક પર ક્લિક ના કરતા, આ રીતે ફસાશો

ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતાધિકાર મેળવવા લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક પર ક્લિક કરીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. સાયબર ગઠીયાઓએ ઠગાઈનો નવો કિમીયો શોધ્યો છે.

મહત્વનું છે કે લોકસભાની ચુટણી હોવાથી અને સમય બચાવવા લોકોમાં ઓનલાઈન કાર્યવાહી કરવાનું ચલણ વ્યાપક બન્યુ છે. પરંતુ હવે લોકો એ જાગૃત થવાની જરૂર છે.. જો તમારા મોબાઈલ પર એવો મેસેજ આવે કે આપના ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે આ લીંક પર કલીક કરો તો ભુલથી પણ ન કરતા કારણ કે તેનાથી તમારી અંગત માહિતી, ફોટો અને બેંકની માહિતી સાયબર ગુનેગાર સુધી પહોંચી જાય છે અને તેઓ ઓનલાઈન છેતરપિંડી ઉપરાંત બ્લેકમેઇલ કરીને પૈસા પડાવે છે. 

જેથી સાયબરના અધિકારીઓએ આવી લિંકથી દૂર રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઈટ ચકાસવાની સૂચના આપી છે. જેથી સાયબર ક્રાઇમની નવી મોડ્સ ઓપરેન્ડીથી લોકોને સાવચેત કરી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news