Gujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે કર્યું ટ્વીટ
રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. IPS હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.
Trending Photos
Gujarat Police: પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએસઆઇ અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પીએસઆઇ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 2, 2024
ઓનલાઈન અરજી કરવાની રહેશે
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. હવે આ ખાલી જગ્યા માટેની પરીક્ષા ઓફલાઈન લેવાશે.
12472 પદો માટે જાહેર થઈ ચૂક્યા છે ભરતી-નિયમો
1/- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
૨/- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas gujarat gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામા આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
૩/- પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat gov in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
૪/- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
5/- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
6/- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
7/- આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે