શું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ? દબંગ નેતાનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટનો વીડિયો વાયરલ

Madhu Srivastava's Video Goes Viral: કોંગ્રેસ દ્વારા હજુ સુધી એક પણ સીટ પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપન પૂર્વ ધારાસભ્ય અને કદાવર નેતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે.

શું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ? દબંગ નેતાનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટનો વીડિયો વાયરલ

Madhu Srivastava's Video Goes Viral: લોકસભાની 26 બેઠકો સાથે વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પૈકી પાંચ બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ભાજપ દ્વારા પાંચેય બેઠકો પર પક્ષ પલ્ટુઓને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી એક પણ સીટ પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપન પૂર્વ ધારાસભ્ય અને કદાવર નેતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે.

પૂર્વ ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ
પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મધુ શ્રીવાસ્તવથી કોંગ્રેસ ડરે છે. કોંગ્રેસને ડર છે કે મધુભાઈ જીતશે તો સંભાળશેકોણ? કોંગ્રેસને ડર છે કે મધુ ભાઈ ભાજપને નહોતા ગાંઠતા આપણને કઇ રીતે ગાંઠશે? મધુભાઈ વાઘોડિયા વિધાનસભા બેઠકની કોંગ્રેસમાંથી ટીકીટ માંગી રહ્યા છે. 2022માં ભાજપે ટીકીટ ન આપતા અપક્ષમાંથી લડતા હાર થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા અંગે મધુ શ્રીવાસ્તવે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વાઘોડિયા બેઠક પરથી હું પેટાચૂંટણી લડવાનો જ છું. ભાજપ સિવાય કોઈ પણ પક્ષમાંથી લડીશ. શક્તિસિંહ ગોહિલ મારા મિત્ર છે, હું અહીં ચા પીવા આવ્યો હતો. ટિકિટ મારા ખિસ્સામાં છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. આ મધુ શ્રીવાસ્તવ છે અને ખુલ્લું મેદાન છે. હું લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી અગાઉ ભાજપમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. જે પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.  પછી વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે.

શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવના ચૂંટણી લડવા અંગે શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું કે, મધુ શ્રીવાસ્તવે ટિકિટની માગ કરી હતી. પરંતુ ટિકિટ મુદ્દે નિર્ણય હાઇકમાન્ડ લેશે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news